Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પોરબંદરના ૩૫ વર્ષ પહેલાના 'ફ્લડ'ને લોકો આજે પણ ભૂલ્યા નથીઃ વાહનોના સ્થાને હોડી ચાલી હતી

અઠવાડિયા સુધી જનજીવન ઠપ્પ થયેલઃ શહેરમાં ૮ ફૂટ પાણી ભરાયેલઃ ફસાયેલા લોકોને બચાવવા સાગર ખેડુની ટીમ કામે લાગી હતી

પોરબંદર, તા. ૨૧ :. આજથી ૩૫ વર્ષ પહેલા ૨૨ જૂન ૧૯૮૩ના દિવસે ફલડથી શહેર જળબંબાકાર બની ગયેલ હતું. શહેરમાં બે થી આઠ ફુટ સુધી પાણી ભરાય ગયેલ અને શહેરમાં વાહનોને બદલે હોડી તરી હતી. આ દિવસને લોકો આજે પણ યાદ કરે છે.

કલ્પનામાં ન આવે તે રીતે કુદરતી અવકૃપા વરસતા આશ્ચર્યચકિત ચિંતાજનક બની કોઈપણ ચિન્હ વરસાદનું કે તોફાની પવનનું ન હતું. વાતાવરણ સ્વચ્છ અને અકળાવી નાખે તેવો અતિ આકરો મિજાજ દર્શાવતો સૂર્ય તાપ અને બફારો મધ્યાહન બાદ આકાશી વાતાવરણ એકાએક બદલાણુ કાળા ડીબાંગ વાદળો સાથે મેઘાડંબર બન્યુ ધીમી ગતિએ પવનની ગતિ સાથે વરસાદ ઝરમર શરૂ થયો. એકાએક સાંજના પાંચ વાગ્યા અને આકાશી માહોલમાં જબરદસ્ત અકલ્પનીય વાતાવરણનો બદલાવ આવ્યો ક્રમશઃ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ઉપરવાસમાં આવેલ લોકમાતાઓ ભાદર, ઓઝત, મધુવંતી, મિણસારમા અતિ ઘોડાપુર આવવા લાગ્યા અને લોકો આ ઘોડાપુરનો પ્રવાહ અસ્માવતી (ખાડી) નદીમાં પૂરજોશમાં પ્રવેશ્યા, ગોસાબારાથી શરૂ થતા મોકરના રણમાં થઈ પાછળના ગ્રામ્ય વિસ્તારોના રાણાવાવની ભાગોળે થઈ પીપળીયા - વનાણા, રાંધાવાવ, રતનપર થઈ છાયાના રણમાં પ્રવેશ્યા અને છાંયાના રણમાંથી એક ફાંટો નવી એસીસી હાલ બંધ પડેલ એચએમપી સિમેન્ટ ફેકટરી ખંઢેર બની ગયેલ. હુડકોના મકાન કર્લીયાને અસ્માવતી નદીમાં યાને ખાડીમાં પ્રવાહ પૂરજોશ ભેર વહેતો થયો. એકધારો સાત દિવસ આ પ્રવાહ રહ્યો. સોમનાથના અરબી સમુદ્ર અને સુભાષનગર સામાકાંઠાની વચ્ચે સંગમ સ્થાનમાં મળી અરબી સમુદ્રમાં પ્રવેશ્યો. પૂરના નિરથી અસ્માવતી ઘાટ સંગમ સ્થાનમાં ગરકાવ થઈ ગયો અને બારાનું રક્ષણ તૂટયુ, આજની તારીખે બાકોરૂ રેતી અને કાંપથી બુરાઈ ગયુ છે.

છાંયાના રણમાથી બીજો પ્રવાહ છાંયાના પાદરમાંથી બિરલા ફેકટરી  પાવર હાઉસ વચ્ચે પોરબંદરમા હાઉસીંગ બોર્ડ કોલોની, પક્ષી અભ્યારણ્ય વચ્ચે ગોઢાણીયા સ્કૂલ થઈ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પાસે સાંઢીયા ગટ્ટરના સાંકડા હોલ મારફતે શહેર અમુક વિસ્તારમાંથી પસાર થઈ નવા કુંભારવાડા તથા પોરાવમાતા મંદિર કડિયા પ્લોટ કિનારેથી અસ્માવતી નદી (ખાડી)માં હોલ દ્વારા પાણીનો નિકાલ થાય છે. વર્તમાન સ્થિતિ કડિયાપ્લોટ રોકડીયા હનુમાન, ઝુંડાળા, પોરાવળાના મંદિર, ગાયત્રી મંદિર પાસેથી પસાર થતી કર્ણ જયુબેલી ખાડી યાને અસ્માવતી નદીનો પાણી નિકાલના માર્ગો હોલ બુરાઈ જતા અસ્માવતી નદી ખાડીમાં કાંપ (ચિખલ) ભરાતા બુરાય ગયેલ છે. સમુદ્રમાં ભરતી ઓટનું પાણી હલન ચલન પ્રવાહ બંધ પડેલ છે. તે સાથોસાથ ઉપરવાસમાંથી લોકમાતા ભાદર, ઓઝત, મધુવંતી, ભણસામાં ઘોડાપુર ઉભરાતકા ગોસા મોકર રણમાં થઈ છાંયા પોરબંદરમાં પ્રવેશી અસ્માવતી નદીમાં પાણી નિકાલ થાય છે.

સાત દિવસ સુધી પોરબંદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયેલ. મકાનો દુકાનો બંધ હતી તેમા પણ તિરાડ વાટે પાણી ઘુસી ગયેલ. અનાજની દુકાનોમાં ગોડાઉનમાં અનાજ કઠોળ પલળી સડી જતા દુકાન ખોલતા દુર્ગંધ શહેરમાં પ્રસરી ગયેલ. સાતથી છ દિવસ વિદ્યુત પ્રવાહ ખોરવાયેલ. લોકોને ગ્રામ્ય વિસ્તારમાં અનાજ દળાવવા જવુ પડેલ.

આ સંજોગોમાં પોરબંદરનો ખારવા સમાજ પોરબંદરના નાગરીકોની પડખે પડયો રહ્યો. શહેરમાંથી પાણી નીચે ઉતર્યા નહી ત્યાં માનવધનની હેરાફેરી જ્યાં ભરપુર પાણી ભરેલ હતા તે વિસ્તાર પોતાની હોડીઓ ચલાવી માનવ સેવા ફરજ બજાવેલ તે ભૂલી શકાય તેમ નથી. ખારવા સમાજના પૂર્વ જે તે સમયના વાણોટ, પ્રમુખ, ટ્રસ્ટીઓ, યુવકોએ વરસતા વરસાદમાં જાનના જોખમે હોડી ચલાવી ફસાયેલ નગરજનોને પરિવાર સહિત બચાવી ઉમદા ફરજ બજાવી. જરૂરતમંદોને સારવાર લેનાર દર્દીઓને સારવાર માટે ભોજન વિતરણ હોડી દ્વારા પહોંચાડેલ. રાહત રસોડા કેમ્પ સુધી પહોંચાડેલ. પોરબંદર નગરપાલિકા પૂર્વ સ્વ. પ્રમુખ લાલજી હીરાપાંજરીએ પાલિકાના પ્રમુખ પદે રહી ઉમદા સેવા આપેલ છે. જેમનો માલસામાન તણાય ગયેલ તે શોધી શોધી માલિકોને પણ પહોંચાડેલ. રાહત કાર્યમાં પણ મદદ ખારવા સમાજે કરી વિશ્વાસ ભરોસાનો જે સેતુ હતો તે મજબુત સને ૧૯૮૩ તા. ૨૨ જૂનના ફલડથી ગાઢ બન્યો છે.

(11:24 am IST)