Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જોડીયામાં ભોલેબાબાજીની પુણ્યતિર્થી મહોત્સવ

૨૯મીએ સંતવાણીઃ ૩૦મીએ ભવ્ય ભંડારો- ભોજન સમારંભ

જોડીયાધામઃ તા.૨૦, જામનગર જીલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિધ્ધધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર '' રામવાડી'' આશ્રમમાં ઉદાસીન આર્ચાયદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંન્દ્ર ભગવાન એવમ્  શ્રી જયોતિ સ્વરૂપ બાલાહનુમાનજી મહારાજદાદા તથા પ.પૂ. ૧૦૦૮ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી જોડીયાધામ રામવાડી આશ્રમના મહંત સંત પ.પૂ.શ્રી ભોલેરામબાપુની પાવન નિશ્રામાં  તથા સંતો  મહંતોની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ પ.પૂ. સંતશ્રી ભોલેબાબાજી (૩૨મી) પુણ્યતિથિ મહોત્સવ અતિ-આનંદ અને ઉત્સાહ પુર્વક-ભકિતજાપના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવાનું '' ભોલેબાબા સેવક સમુદાય'' દ્વારા નકકી કરવામાં આવેલ છે.

 પૂ. ભોલેબાબાજીની (૩૨મી) પુણ્યતિથિ નિમિતે તા.૨૯ને શુક્રવારે સાંજના ૪ થી ૭ સૌ-સાધક ભાવિક-ભકતજનો દ્વારા સામુહિકમાં સંગીતમય ''સુંદર કાંડ''ના પાઠ-ધુન- સકિર્તન રાખેલ છે. તેમજ રાત્રીના ૯:૩૦ કલાકે જયદેવભાઇ ગોસાઇ તથા હાસ્યકલાકાર મુનાભાઇ નીમાવત સહિતના સંગીતના સાથીદારો અનેરા સંગીતની શૈલી સાથે રાત્રીભર સંતવાણી-ભજનોની રંગત જમાવશે.

 આ ઉપરાંત પ.પૂ. સંતશ્રી ભોલેબાબાજીની (૩૨મી) પુણ્યતિથીના પાવન પર્વે તારીખ ૩૦/૬/૨૦૧૮ને શનિવાર (જેઠવદ-૨)ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે''પૂ. બાબાજીનો ભવ્ય
ભંડારો''  (મહાપ્રસાદ) રાખેલ છે. તેમજ સાંજના ૫ કલાકથી જોડીયા ધુવાણાબંધ ગામ જમણવારનું આયોજન કરાયું છે.

 પૂ. ભોલેબાબાજીની (૩૨મી) પુણ્યતિથિ મહોત્સવને સફળ બનાવવા માટે સૌ સેવકો '' રામવાડી''ના યુવાનો તડામાર તૈયારી કરી રહયા છે. તેમ રામવાડીના ભકતજન હર્ષદભાઇ વડેરાએ જણાવેલ છે. પ.પૂ. ભોલેબાબાજીની પુણ્યતિથિ મહોત્સવમાં પ્રતિવર્ષ જોડીયા તાલુકાના દરેક આશ્રમોના મહંતો-સંતો પધારે છે તેમજ અનેક જગ્યાઓમાંથી પણ દરેક સંપ્રદાયના સાધુ સંતો તેમજ ગીરપંથકમાંથી પણ સંતો પધારે છે '' રમતા રામ મહાત્માઓ'' પણ આવે છે.

 આ પ્રસંગે ભાવિકો-ભકતજનોને દર્શન-સત્સંગનો અમુલ્ય લ્હાવો મળે છે. મહોત્સવને અનુલક્ષીને રામવાડીમાં વિશાળ સમીયાણો ઉભો કરવામાં આવશે. તેમજ રંગબેરંગી લાઇવેથી શુભોષીત કરવામાં આવશે. તેમજ શ્રી જયોતિ સ્વરૂપ બાલાહનુમાનજી મહારાજ દાદાનું મંદીર સંતશ્રી ભોલેબાબાજીનું મંદીરને પુષ્પોહારોથી શભોષીત કરવામાં આવશે રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાશે... ભજન... ભોજનને સત્સંગનો ત્રીવેણી સંગમ થાશે.

 આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વે ભાવિક-ભકતજનોને પધારવા ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા ભાવભર્યું નીમંત્રણ છે. જે સેવક સમુદાયવતી જોડીયાના અનન્ય સેવક શ્રી શનિભાઇ વડેરાનછ યાદીમાં જણાવાયું છે.

(11:22 am IST)