Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

હળવદ તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેતો ભાજપ

હળવદ તા.ર૧: છેલ્લા થોડા સમયથી રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલતી હતી કે હળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સતા જઇ રહી છે અને બે સદસ્યો ભાજપને ટેકો આપશે જે સાચી પડી છે.

તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રમુખપદે ભાજપના યુવા નેતા ધર્મેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તેમજ ઉપપ્રમુખ પદે બળદેવભાઇ રવજીભાઇ સોનગ્રા ચૂંટાઇ આવ્યા છે.ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખને પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, ઘનશ્યામભાઇ ગોહીલ, રજનીભાઇ સંધાણી, વલ્લભભાઇ પટેલ, વિજયભાઇ જાની, ધરૂભા ઝાલા, નયન પટેલ સહીતનાએ અભિનંદન પાઠવ્યા છે.

(11:21 am IST)