Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભાવનગરમાં તા. ૨૪ ના રોજ દેશના ૨૧ પરમવીર ચક્ર પ્રાપ્ય જવાનોની વિરગાથા રજુ કરતો કાર્યક્રમ

ભાવનગર તા ૨૧ : અનેક વિધ યુવાપ્રવૃતિ કરતી ભાવનગરની રાષ્ટ્રપ્રેમી સંસ્થા આર્યમંડળ અને સફારીના સંપાદક હર્ષલ પૂષ્કર્ણાના સંયુકત ઉપક્રમે ભારતના ૨૧ પરમવિર ચક્ર પ્રાપ્ય ભારતીય સેનાના નરબંકાઓની વિરગાથા રજુ કરતો એક  રાષ્ટ્રપ્રેમ છલકતો દષ્ૃયશ્રાવ્ય કાર્યક્રમ આગામી તા. ૨૪/૬/૨૦૧૮ ને રવિવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે શહેરના યશંવતરાય નાટય ગૃહ ખાતે યોજવામાં આવેલ છે. સંપૂર્ણ નિઃશુલ્ક ધોરણે યોજાનારા આ વિરગાથા કાર્યક્રમમાં પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે છે.

પ્રજાસત્તાક ભારત એના જન્મથી અનિવાર્ય સંઘર્ષ વચ્ચે જીવતું થયું ૧૬૪૭ થી આજ દિન સુધી બહારી ત થા આંતરીક દુશ્મનો સામે સતત લડતી ભારતીય સેના ના અગ્રગણીત જવાનો રણભૂમીમાં અકલપ્ય સાહસો સાથે વિરગતી પામ્યા છે. આમાના થોડાક હજાર બાહદુરો ''વિર'' કહેવાયા સંકડો ભડવીરોનેે'' મહાવીર''નું બિરૂદ મળ્યુંઙ્ગ જયારે ફકત ૨૧ શેરદીલો એવા છે કે જેઓ ''બ્રેવેસ્ટ ઓય ધી બ્રેવર'' એટલે કે પરમવિર નો સર્વોચ્ચ ખિતાબ પામ્યા છે. શ્રી હર્ષલ પુષ્કર્ણા એ આ  ભારતીય સેનાના સર્વોચ્ચ સન્માન એવા પરમવિર ચક્ર વિજેતા ૨૧ નરસિંહો પર એક અદભુત પુસ્તક ''પરમવિર ચક્ર'' લખેલ છે. આ પ્રસંગે રજુ થનારા વિરગાથામાં દરેક પરમવિર ચક્ર પ્રાપ્ય નરબંકાનો વ્યકતીગત ગાથા પણ કહેશે. આ કાર્યક્રમ દરમ્યાન ભારતીય સૈનીક ફંડમાં રૂા ૧ કરોડનો વ્યકતીગત ફાળો આપનાર શ્રી જર્નાદનભાઇ ભટ્ટનું જાહેર સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં દીપપ્રાગટય ભારતીય સેનાની ત્રણેય પાંખના આર્મી, નેવી અને વાયુસેનાના ગુજરાત ખાતેના ઉચ્ચ અધિકારીઓ ફુલ યુનિફોર્મમાં હાજર રહી કરશે કાર્યક્રમનું સંચાલન ઉદભોષણ શ્રી નરેશભાઇ મહેતા કરશે.

(11:18 am IST)