Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જસદણના નવાગામમાં એમ.પી.ના જ્ઞાનસિંગને ફઇજીના દિકરાએ દાતરડાના ઘા ઝીંકી દીધા

ઉછીના આપેલા પૈસા પાછા માંગતા મુકેશને ન ગમ્યું ને તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૧: જસદણના નવાગામમાં રહી વાડીમાં મજૂરી કરતાં મધ્ય પ્રદેશના યુવાનને પૈસા બાબતે તેના ફઇજીના દિકરાએ દાતરડાના ઘા ઝીંકી દેતાં મોઢા, ગળા, હાથ પર ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

નવાગામમાં જીતુભાઇ લક્ષમણભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં જ્ઞાનસિંગ દેશરાભાઇ બગેલ (ઉ.૩૦)ને મોડી રાત્રે તેના ફઇજીના દિકરા મુકેશે ઝઘડો કરી દાતરડાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જસદણ જાણ કરી હતી.

જ્ઞાનસિંગ પત્નિ, બે પુત્ર અને બે પુત્રી સાથે વાડીમાં રહી મજૂરી કરે છે. તેણે થોડા સમય પહેલા ફઇજીના દિકરા મુકેશને રૂ. ૨ હજાર ઉછીના આપ્યા હતાં. આ રકમની ઉઘરાણી કરતાં મુકેશને ન ગમતાં હુમલો કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જસદણ પોલીસે ગુનો નોંધી મુકેશને ઝડપી લેવા તજવીજ કરી છે.

(11:17 am IST)