Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પારડીમાં કૈલાસબેન સોલંકીને પતિ લક્ષમણે લાકડીથી ફટકારી

રાજકોટ તા. ૨૧: કોટડા સાંગાણીના પારડી ગામે કૈલાસબેન લક્ષમણ સોલંકી (ઉ.૩૦) નામની વણકર મહિલાને સાંજે પતિ લક્ષમણે લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કૈલાસબેનના સગાના કહેવા મુજબ પતિને નશો કરવાની ટેવ છે. પત્નિએ આ બાબતે વાંધો ઉઠાવતાં અને ઠપકો આપતાં પતિએ ઉશ્કેરાઇ જઇ મારકુટ કરી હતી. આ રીતે અવાર-નવાર માથાકુટ થતી હોવાનું પોલીસને જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.

(11:17 am IST)