Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પર્યાવરણ અમલીકરણ : ભોયરા ગામના લોકોએ પ્લાસ્ટીક નો ઉપયોગ નહિ કરવાના સપથ લીધા

જસદણ તા. ૨૧ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર , જસદણ દ્વારા વિછિયા તાલુકાના ૧૦ ગામોમાં છેલ્લા બે વર્ષથી  જલ્સેતુ પ્રોજેકટનું અમલીકરણ થઇ રહ્યુ છે. આ પ્રોજેકટ અંતર્ગત મુખ્યત્વે પંચાયતના સભ્યો , ગામ આગેવાનો અને ખાસ કરીને  બહેનોમાં પાણી અંગેની સમજ ઉભી થાય તે માટે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેવા જ કાર્યક્રમ ભાગરૂપે વિછીયા તાલુકાના ભોયરા ગામે બીટ પ્લાસ્ટીકની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા હાલની પરિસ્થિતી માં પ્લાસ્ટીકના કારણે સર્જાઇ રહેલ આપત્તિઓ વિષે માહિતી આપવામાં આવી હતી. જેમા કુલ ૧૩૦ જેટલા બહેનો અને ૧૫૦ જેટલા ભાઇઓ એમ કુલ ૩૦૦ જેટલા લોકો જોડાયા હતા. અને બધા લોકોએ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા. આ ઉપરાંત ગામના બહેનો તથા ભાઇઓ દ્વારા સમગ્ર ગામની સફાઇ કરવામાં આવી હતી. અને ગામમાં રહેલા પ્લાસ્ટીકનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મનરેગા માંથી શ્રી નરેન્દ્રભાઇ બોરીચા , વિછીયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી , રિલાયન્સ સંસ્થાના પ્રતિનિધિ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાંથી શ્રી રીટા વોરા અને શ્રી અરવિંદ કટેશીયાએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો. અને સરકારના અભિયાનમાં સ્વેૈચ્છિક ભાગીદારી નોંધાવી છે જે એક નોંધનીય બાબત છે.

(11:15 am IST)