Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મીઠાપુર તાતાકેમ ડીએવી પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજ્જવણી

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર ખાતે આવેલી તાતાકેમ ડીએવી પબ્લિક સ્કૂલમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. તાતા કંપનીના અધ્યક્ષ સ્થાને મીઠાપુરમાં આવેલી પીઠાપુરની હાઇસ્કૂલ, સેકયોરીટી, હોમગાર્ડ, સ્તાફક તેમજ ડીએવી ના શિક્ષકો તેમજ બાળકો દ્વારા તાતાકેમ ડીએવી ના પટાંગણમાં સવારે ૭ વાગ્યાથી યોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાતા કંપનીના અધિકારીઓ જોડાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટેએડીવી ના આચાર્ય આર.કે શર્મા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ દિવ્યેશ જટાણીયા મીઠાપુર)

(11:15 am IST)