Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કોટડાસાંગાણી તાલુકાના જીઆરડી સભ્યોનું શોષણ ચાર માસથી વેતનથી વંચિત રહેતા હાલત કફોડી

કોટડાસાંગાણી તા. ૨૧ : તાલુકાના જીઆરડી છેલ્લા ચાર માસથી માનદ્ વેતનથી વંચિત રહેતા તેઓના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મૂકાઇ ગયા છે. ૫૦ થી વધુ જવાનોના બાકી નિકળતા બીલોની ચુકવણી હજુ કરાઈ નથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મંજુર કરેલ પોલીસ કર્મચારીઓ ની હાલ ઘટ વર્તાય છે. બીજી તરફ દિનપ્રતિદિન ગુનાહિત બનાવોને ડામવામાં પોલીસ તંત્ર ઉણું ઉતરી રહ્યુ છે. ત્યારે કુદરતી આપત્તી, નાઇટપેટ્રોલીંગ સહિત ચૂંટણી કામગીરી તથા વાર તહેવારોના બંદોબસ્ત સમયે પોલીસ સાથે ખભેખભા મિલાવીને કામ કરતાં ગ્રામ રક્ષકદળ (જીઆરડી જવાનો)ને માનદ્ વેતન નહીં મળતા સરેઆમ શોષણ થઇ રહ્યુ છે. પરિવારની આર્થિક જવાબદારી, મોંઘવારીથી જીઆરડીની વિટંબણાઓ પર કોઇ નજર નાખતું નથી.પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા જવાનોને છેલ્લા ચાર માસથી વેતન નહિં મળતા તેઓમાં અસંતોષની લાગણી ફેલાઇ છે. તેમજ તેઓનાં પરિવારજનો કફોડી હાલતમાં મુકાઇ ગયા છે. જોકે જીઆરડીનો જરુર પડ્યે જ ઉપયોગ કરાય છે.(૨૧.૧૪)આ અંગે જયારે જીલ્લા પોલીસ વડા બલરામ મીનાજીનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે કોટડાસાંગાણી તાલુકાના જીઆરડી સભ્યોનુ ત્રીજા મહીના થી વેતન બાકિ છે તે એક બે દિવસ માજ મળી જાસે અને સરકાર માથી ગ્રાન્ટ મળે તેમાથી જીઆરડીને સભ્યો ને વેતન મળતુ હોય છે. કયારેક ગ્રાન્ટ લેટ આવતી હોવાથી વેતન ચુકવવામા પણ લેટ થતુ હોય છે. આ વખતે ગ્રાન્ટ લેટ છે જે અંગે ઉચ્ચ કક્ષાએ પત્ર ને લખીને જાણ પણ કરી છે.

(11:12 am IST)