Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગોંડલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન યથાવત : કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર

ગોંડલ તા. ૨૧ : ગોંડલ તાલુકા પંચાયતમાં સત્તા સ્થાને ૧૮ બેઠકો સાથે ભાજપ બહુમતિ ધરાવે છે, ત્યારે આજરોજ અઢી વર્ષના શાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઇલાબેન શૈલેષભાઈ ડોબરીયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઈ ટોળીયા ની નિયુકિત થવા પામી હતી, આ વેળાએ બહોળી સંખ્યામાં ભાજપના ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નિયુકિતને ઢોલ નગારાના નાદ સાથે ભાજપીઓએ વધાવી હતી.

ગોંડલ તાલુકાની તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ સાબિત થયું છે, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ભાજપ મોવડી જયંતિભાઈ ઢોલ તેમજ અલ્પેશભાઈ ઢોલરીયા અને હરદેવસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનોએ પ્રમુખ-ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રફુલભાઈ ટોળીયા સંગઠન મા મહામંત્રી તરીકે અને જામવાડી ગામે સરપંચ તરીકે છેલ્લા ૨૩ વર્ષથી સેવા બજાવી રહ્યા છે, તેમજ તેઓના ધર્મ પત્ની લીનાબેન ટોળીયા જિલ્લા પંચાયતના બાળ વિકાસમાં ચેરમેન પણ રહી ચૂકયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ૧૧-૧૧ સદસ્ય વચ્ચે ટાઈ થવા પામી હતી, બાદમાં ચિઠ્ઠી નાખી પ્રમુખ-ઉપપ્રમુખ ઘોષિત થયા હતા, ત્યારબાદ તકરારો શરૂ થતા બાહુબલ ના પ્રયોગો પણ થયા હતા, પોલીસ ફરિયાદ અને કાનૂની દાવપેચ બાદ ફરી ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપે ૧૮ સીટ પર બહુમત મેળવ્યો હતો.જયારે કોંગ્રેસને માત્ર ૪ સીટ મળી હતી, જેમાંના કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભગવતસિંહ જાડેજા એ પણ ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો, બાકી રહેલા કોંગ્રેસના ત્રણ સદસ્યોમાંથી કિશોરભાઈ આંદીપરા આજરોજ ગેરહાજર રહ્યા હતા.

(11:12 am IST)