Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જામનગર જિલ્લામાં છોકરા-છોકરીને કિડનેપ કરતી ગેંગ ઉતરી આવી હોવાની વાતો માત્ર અફવા : વાયરલ ઓડિયો ક્લિપમાં કોઈ તથ્ય નથી :જામનગર એસ.પી.ની સ્પષ્ટ વાત

આવી ક્લિપો પર વિશ્વાસ કરવો નહીં અને શેર કે ફોરવર્ડ કરવી નહીં :અફવા ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે

જામનગર ;જામનગર જિલ્લામાં છોકરા છોકરીના અપહરણ કરતી ટોળકી ઉતરી આવી હોવાના અને ગેંગના 300 લોકો જામનગર જિલ્લામાં ઉતરી આવ્યા હોવાની ઓડિયો કલીપ ફરતી થતા જામનગર એસ,પી, આવી વાતો માત્ર અફવા હોવાનું કહીને વાયરલ ઓડીઓ ક્લિપમાં કોઈપણ તથ્ય નહીં હોવાનું ઉમેર્યું હતું

 જામનગર એસ,પી,દ્વારા જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં છોકરાં-છોકરી કિડનેપ કરવા અંગેની શોસ્યલ મીડિયામાં વાયરલ થયેલ ઓડિયો કલીપ અને તપાસ કરાવતા આવી કોઈપણ પ્રકારની ગેંગ જામનગર જિલ્લામાં સક્રિય હોય તેવું તથ્ય જણાતું નથી અને વોટ્સએપમાં વાયરલ થયેલ કોઈપણ પ્રકારની ક્લિપો ઉપર વિશ્વાસ કરવો નહીં, અફવાઓ ફોરવર્ડ કે શેર કરવી નહીં તેમજ આવી અફવાઓ ફેલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી કોઈપણ બાબત ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જન કરવા પણ વિનંતી કરાઈ છે

(10:03 pm IST)