Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જૂનાગઢના સક્કરબાગ ઝુના બે સિંહ અને ત્રણ દીપડાને અપાઈ વેક્સિન

હવે ૨૧ દિવસ બાદ ફરીથી એક ટેસ્ટ કરાશે અને તેના એન્ટીબોડી બન્યા છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવશે

જુનાગઢનું સક્કરબાગ ઝૂ દરેક ગુજરાતી માટે એક ગૌરવ છે. ઝૂમાં પ્રાણીઓની સારસંભાળ અને દેખરેખ એ રીતે કરવામાં આવે છે કે ઝૂનો સતત વિકાસ કરવામાં આવે છે. ઝૂમાં હંમેશા નાવીન્યસભર પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં સક્કરબાગ ઝુના બે સિંહોને કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે. બે સિંહ અને ત્રણ દીપડાને તેમજ અન્ય પ્રાણીઓને કોવિડ વેક્સિનનું કરાયું ટ્રાયલ કરવામાં આવ્યું છે. હવે ૨૧ દિવસ બાદ ફરીથી એક ટેસ્ટ કરવામાં આવશે અનેહ તેના એન્ટીબોડી બન્યા છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવશે. નોંધનીય છે કે ગત તારીખ ૬ મેના રોજથી વેક્સિનનાં ડોઝ આપવામાં આવી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેક્સિન ટ્રાયલ બેઝ પર આપવામાં આવશે. વિવિધ પ્રાણી સંગ્રહાલયો પૈકી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગની પસંદગી કરવામાં આવી છે. દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોના સંચાલકોને કેન્દ્રીય મંત્રાલયમાં પત્ર લખવામાં આવ્યો હતો. આ પ્રાણીઓને કોરોના સંક્રમણ થાય નહીં તેની તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

 

(8:56 pm IST)