Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

કચ્છના અંજાર તાલુકાના વીરાગામના ૭૦ વર્ષના મેમાભાઇ ચાવડાની દ્વારકાના જામનગર હાઇવે પર

હત્યા : મૃતદેહને સળગાવી દેવા પ્રયાસ હત્યા કરનાર કોણ છે ? તથા હત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૧ :દ્વારકાના જામનગર હાઇવે પર વૃદ્ધની હત્યા થતાં ખળભળાટ  મચી ગયો છે.

      પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના જામનગર હાઇવે પર  અલખ હોટલની બાજુમાંબાવળનના ઝાડ પાસેથી વૃદ્ધની લાશ પડી હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી

બોથડ પ્રદાર્થના ધા મારી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું આ ઉપરાંત બોથડ પદાર્થના ઘા મારીને મૃતદેહને સળગાવી દેવા પણ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

         મૃતક મેમાભાઇ પાચાભાઇ ચાવડા  અંદાજીત ૭૦ વર્ષના અને કચ્છના અંજાર તાલુકાના વીરાગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.

     બનાવની જાણ થતા દ્વારકા પીઆઇ પી.એ.પરમાર સહિતનો પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે હત્યા કરનાર કોણ છે તથા હત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ માટે જુદી જુદી દિશાઓમાં ડોગ સ્કોડ તથા અલગ અલગ ટીમોને મોકલવામાં આવી છે

 

(3:33 pm IST)