Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારે આછા વાદળા છવાયા બાદ અસહ્ય ઉકળાટ

મહત્તમ તાપમાનનો પારો પણ અનેક જગ્‍યાએ ઉંચે જતા ગરમીની અસર વધુ

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનનો પારો પણ ઉંચકાયો છે. લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. સવારથી જ ગરમીની વધુ અસર અનુભવાય છે.

આજે વહેલી સવારે થોડીવાર માટે વાદળા છવાઇ ગયા હતા.

રાજયના મોટા ભાગના વિસ્‍તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ગરમીની સાથે સાથે દિવસ દરમિયાન સતત લૂ ફુંકાતા લોકો હેરાન-પરેશાન થયાં છે. અમદાવાદ શહેરમાં બીજા દિવસે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું હતું.  કાલે શુક્રવારે શહેરમાં મહતમ તાપમાન ૪૩.૬ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત સુરેન્‍દ્રનગરમાં ૪ર.૯ ડિગ્રી અને રાજકોટમાં ૪ર.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  ઉલ્લેખનીય છે કે, મહતમ તાપમાનની સાથે સાથે લઘુતમ તાપમાનનો પારો ઉચકાતાં ઉકળાટ અને બફારો વધ્‍યો છે. અમદાવાદ શહેરમાં કાલ લઘુતમ તાપમાન ર૯ ડિગ્રી નોંધાયુ હતું જે સામાન્‍ય કરતાં બે ડિગ્રી વધુ નોંધાયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  આજનું હવામાન ૩પ.૯ મહતમ ર૭.૧ લઘુતમ ૭ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૯.૪)

કયાં કેટલું તાપમાન

શહેર   તાપમાન

અમદાવાદ     ૪૩.૬ ડિગ્રી

ગાંધીનગર     ૪૩     ''      

ડીસા           ૪ર.૪  ''

વડોદરા        ૪૧.૬ ''

કંડલા-એરપોર્ટ ૪૧.૩ ''

અમરેલી       ૪ર     ''

ભાવનગર     ૩૯.૭ ''

રાજકોટ        ૪ર.૯ ''

સુરેન્‍દ્રનગર    ૪ર.૮ ''

(1:19 pm IST)