Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જૂનાગઢમાં વાદળા, તાપમાનમાં ઘટાડો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૧ : જૂનાગઢ સહિતના વિસ્‍તારમાં આજે વાદળા છવાય જતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.  શુક્રવારે જૂનાગઢનું મહતમ તાપમાન ૩૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વાતાવરણમાં પલ્‍ટો આવતા આકાશમાં વાદળા છવાય ગયા હતા. જેનાથી ખેડૂતોમાં ચિંતા વ્‍યાપી ગઇ છે.

દરમ્‍યાન સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયુ હતુ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેલ.  જ્‍યારે પવન ૧૦.૮ કિ.મી.ની ઝડપે ફુંકાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

(1:18 pm IST)