Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોરબીમાં ખેતરમાં રેતી - કપચી લેવા પ્રશ્ને ભાઇનો ભાઇ ઉપર હુમલો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબીમાં ખેતરમાં રાખેલ રેતી કપચી ઉપાડવા બાબતે ભાઈએ પોતાના ભાઈ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.

આ અંગે ફરિયાદી ભુરજીભાઇ રામજીભાઇ પરમારે પોતાના કાકાના દીકરા સુરેશભાઇ શીવલાલભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર ભુરજીભાઇ અને સુરેશભાઇ બન્ને બાજુ બાજુમાં રહે છે. અવની ચોકડી મેઘાણી સ્‍કુલની બાજુમાં ગધઇની વાડીમાં સુરેશભાઇના નવા મકાનનું કામ ચાલુ હોય જેનો સામાન રેતી કપચી વિગેરે ભુરજીભાઇના વાડીપડામાં ઉતારેલ હોય ભુરજીભાઇને વાડી ખેડાણ કરવાની હોય જેથી સામાન પોતાની વાડી માથી લઇ લેવા સુરેશભાઇને કહ્યું હતું. જે સુરેશભાઇને સારૂ નહી લાગતા ભુરજીભાઇસાથે ઝગડો કરી ભૂંડી બોલી ગાળો આપી લાકડી વતી ભુરજીભાઇને માર મારી જમણા ખંભા પર તથા જમણા હાથે બાવડા પર મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્‍ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:17 pm IST)