Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોરબીમાં અરેન્‍દ્ર ઉપર છરીથી ખૂની હુમલો : વચ્‍ચે પડેલ પત્‍નીને પણ મારમાર્યો

મહિલાના મોબાઇલ નંબર માંગવા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ૩ શખ્‍સો તૂટી પડયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબીમાં આવારા તત્‍વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ જૂની અદાવતનો ખાર રાખીᅠ૩ᅠઈસમોએ યુવાનને છરી મારી હતી અને તેની પત્‍નીને ઢોરમાર મારીને ઈજાગ્રસ્‍ત કરતા આ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.

મળતી વિગતો મુજબ ફરિયાદી શુભમભાઇ નારાયણભાઇ સોલંકીએ આરોપી કરીમ ઉદેદાદભાઇ મકરાણી, ઇરફાન કરીમભાઇ મકરાણી અને સમીર કરીમભાઇ મકરાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જયાં તેમણે જણાવ્‍યું હતું કે, ફરિયાદી શુભમભાઈના સાળા અરેન્‍દ્ર મનહરસિંહ પોરવાલાના પત્‍ની દિપાંજલી પાસે મોબાઇલ નંબર માગવા બાબતે કરીમ મકરાણીને અગાઉ બોલાચાલી થઈ હતી. જે બાદ સમાધાન થઇ ગયેલ હોય તે બાબતનો ખાર રાખી ઇરફાન અને સમીરે અરેન્‍દ્ર સાથે બોલાચાલી ઝપાઝપી કરી હતી અને કરીમ મકરાણીએઅરેન્‍દ્ર ને લાકડાની પટ્ટી વડે મુઢા માર માર્યો હતો.આ સમયે અરેન્‍દ્રના પત્‍ની દિપાંજલી બચાવવા વચ્‍ચે પડતા સમીર મકરાણીએ તેમને પણ મુઢમાર માર્યો હતો અને સમીરે તેના પેન્‍ટના નેફામાંથી છરી કાઢી અરેન્‍દ્ર ના ભાગે એક ઘા જાનથી મારી નાખવાના ઇરાદે મારી ગંભીર ઇજા કરી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી અનેત્રણેય આરોપીઓ નાસી ગયા હતા.

આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી.કલમ-૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:16 pm IST)