Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જામનગરના ૨ શખ્‍સો પાસા હેઠળ જેલહવાલે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર જીલ્લા મેજીસ્‍ટ્રેટ સૌરભ પારઘી તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂનાઓએ એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ કે.કે.ગોહિલની સુચનાથી વસીમ અકરમ ઉર્ફે વસીમ બ્‍લોચ યુસુફભાઇ દરજાદા મકરાણી ઉ.વ.૩૨ ધંધો. ડ્રાઇવીંગ રહે.કિશાન ચોક ખીરા ગેરેજની પાછળ મકરાણી જમાતખાનાની બાજુમા જામનગર, યુસુફભાઇ ગનીભાઇ આંબલીયા પિંજારા ઉ.વ.૪૫, ધંધો ડ્રાયવિંગ રહે.કિશાન ચોક, ખીરા ગેરેઝ પાસેના વડામાં જામનગરના પાસા હેઠળ જેલ હવાલે કરેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી કે.કે. ગોહીલ તથા પો.સબ ઇન્‍સશ્રી આર.બી.ગોજીયાનાઓ તથા એલ.સી.બીફ સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્‍યામ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ જટુભા જાડેજા, સુરેશભાઇ માલકીયા, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, ભારતીબેન ડાંગરા, લખમણભાઇ ભાટીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(1:52 pm IST)