Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોરબીમાં દંપતી વચ્‍ચે ચાલતા અણબનાવ મામલે ભેગા થયેલ વેવાઇ વચ્‍ચે ડખ્‍ખો : છુટાહાથની મારામારી

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૧ : મોરબીના રવાપર ચોકડી નજીક રહેતી પરિણીતાના ભાઈ ભાઈ વચ્‍ચે અણબનાવ ચાલતો હોય અને ભાભી તેના માતા પિતા સાથે મોરબી તેના ભાઈના ઘરે આવ્‍યા હોય દરમિયાન ઉમિયા સમાધાન પંચના વડીલો સમાધાન માટે ગયેલ હોય દરમિયાન પરિણીતાના ભાઈના સાસુ સસરા સહિતના એ મારામારી કરીને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

 મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ પર શ્રીહરી ટાવરમાં રહેતા શિલ્‍પાબેન હિતેશભાઈ વિલપરાના ભાઈ-ભાઈ છેલ્લા અઢી વર્ષથી અણબનાવ હોય ફરિયાદી શિલ્‍પાબેનના ભાભી હાલે જુનાગઢ તેના માતા પિતા સાથે રેહતા હોય ગત તા.૨૦ના રોજ ફરિયાદી શિલ્‍પાબેન બનાભાઈ તથા તેના માતા પિતા પોતાના ભાઈ નલીનભાઈના ઘરે તેના ઘરેણા તથા દીકરાનું જન્‍મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હોય તથા પોતાના ભાઈ એ ઉમિયા સમાધાન પંચમાં ફરિયાદી આપેલ હોય જેથી પંચના પ્રમુખ તથા અન્‍ય વડીલો એમ બધા ફરિયાદી શિલ્‍પાબેનના ભાઈના ઘરે ભેગા થયેલ હોય દરમિયાન આરોપી ધીરજલાલ વલ્લભભાઈ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાઘરિયા, રાધિકાબેન નલીનભાઈ અને અજાણ્‍યા પાંચ્‍ચ માણસો સહિતના એ શિલ્‍પાબેનના બહેનને તમારે કઈ બોલવાનું થતું નથી તેમ કહી ગેરશબ્‍દો બોલી ગાળો આપી ઝપાઝપી કરી છુટા હાથે મારામારી કરી તેમજ ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઈજા કરી સાહેદ રાધિકાબેન ફરિયાદી શિલ્‍પાબેનને છોડાવવા વચ્‍ચે પડતા છુટા હાથે માર મારી ઈજા કરી ફરિયાદી શિલ્‍પાબેનના બહેન તથા સાહેદ નલીનભાઈને કહેલ કે ફરી આવીશું અને તેમો બધાને જોઈ લેશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(1:47 pm IST)