Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

વડિયામાં વાસ્‍મો યોજના અંતર્ગત બે લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડના હસ્‍તે ખાતમુહુર્ત

પાણી વિતરણમાં આવતી સમસ્‍યાઓ થશે દૂર : સુરગપરા, કળષ્‍ણપરા અને સદગુરુ નગર માટે અલગ પાણીના ટાકા નુ નિર્માણ થતા લોકોમાં ખુશીનો માહોલ

 (ભીખુપરી ગોસાઇ દ્વારા) વડિયા,તા.૨૧ : ઉનાળો આવતાની સાથે જ  પાણીની સમસ્‍યાઓ ઉભી થતી હોય છે. ત્‍યારે તેને દૂર કરવા માટે પાણીના સંગ્રહ અને વિતરણ માટેની ટકાઉ સગવડ ઉભી કરવી ખુબ જરૂરી બને છે. આ સંદર્ભે વડિયામાં પાણી વિતરણની સમસ્‍યા બાબતે ઉભી થતી મુશ્‍કેલીના નિવારણ માટે વડિયાના મુખ્‍ય ત્રણ વિસ્‍તાર સુરગપરા, કળષ્‍ણપરા અને સદગુરુ નગરની પાણી સંગ્રહની અલગ વ્‍યસ્‍થા ઉભી કરવા માટે છેલ્લા એક મહિનામાં બે લાખ લીટર પાણીની ક્ષમતા વાળા બે ટાકાનુ નિર્માણ કરવામાં માટે વાસ્‍મો યોજના અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઊંધાડ દ્વારા થોડા સમય પેહલા એક ટાકાનું  ખાતમુહુર્ત કરાયું હતુ. તેનું કામ હાલ  પ્રગતિ માં છે ત્‍યાં સદગુરૂ નગર વિસ્‍તાર ના લોકોના પાણીના સંગ્રહ ને વિતરણ માટે વડિયાના પછાત ગણાતા વિસ્‍તાર એવા સદગુરુ નગરમાં વાસ્‍મો યોજના અંતર્ગત પાણી સંગ્રહ માટે બીજા બે લાખ લીટરના પાણીના ટાકાનું ખાતમુહુર્ત  કરવામાં આવ્‍યુ હતુ. વડિયા ગ્રામપંચાયતના સુચારુ આયોજન અને વર્તમાન ભાજપ સરકારની વિકાસલક્ષી યોજના થી ગ્રામીણ વિસ્‍તાર માં માળખાકીય સુવિધાઓના નિર્માણ થી લોકોને ટકાઉ માળખાકીય સુવિધાઓનું નિર્માણ થતા લોકોની સમસ્‍યાઓ નિવારી શકાઈ છે ત્‍યારે વડિયા ના લોકોની પાણી વિતરણમાં આવતી અડચણ દૂર થતા લોકોમાં પણ ખુશી જોવા મળી છે. આ ખાતમુહુર્ત   કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઊંધાડ, જિલ્લા પંચાયત સદસ્‍ય વિપુલ રાંક, સરપંચ મનિષ ઢોલરીયા, યુવા ભાજપ ના તુષાર વેગડ, નિલેશ પરમાર, મહેન્‍દ્રભાઈ,જગા ભરવાડ સહીત સ્‍થાનિક આગેવાનો એ હાજરી આપી હતી.

(12:18 pm IST)