Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગોંડલના સુલતાનપુર ગામે જાહેરમાં જૂગાર રમતા ૬ પતાપ્રેમી પકડાયા

રાજકોટ તા. ર૧ :.. ગોંડલના સુલતાનપુર  ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

સુલતાનપુર ગામે નવા બસ સ્‍ટેશન પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઇ મહાવીરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પો. કો. ક્રિપાલસિંહ ઝાલા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતા રતીલાલ બાધાભાઇ દેગામા, કલ્‍પેશ પરબતભાઇ કુનપરા, પંકજ હરસુખભાઇ ઉધેડીયા, નરેશ ઉર્ફે નાથો જીવરાજભાઇ માલવીયા, ગોપાલ બાધાભાઇ મકવાણા રે. તમામ સુલતાનપુર તથા વલ્લભ ભાદાભાઇ ઝીંઝૂવાડીયા રે. દેવળા તા. ગોંડલ રે. રોકડા પપ૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:06 pm IST)