Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પિતાએ માસુમ પુત્રીને ગળેફાંસો દઇને પોતે પણ આપઘાત કરી લીધો

ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામે પરષાી સાથેના આડા સંબંધની જાણ પરિવારજનોને થઇ જતા મોત મીઠુ કર્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૧ : ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામે પિતાએ બે વર્ષની માસુમ પુત્રીને ગળાફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લેતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

બગદાણા નજીક નવા રતનપર ગામે રહેતા શૈલેષભાઇ પોપટભાઇ બાંભણીયા (ઉ.વ.૨૨) અને તેની ૨ વર્ષની પુત્રી નિશાનો મૃતદેહ ગામની વાડીએ ઝાડ સાથે લટકતી હાલતે મળી આવતા ગ્રામ્‍યજનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ સ્‍થળે દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતક શૈલેષભાઇના પત્‍ની જાગૃતિબેન શૈલેષભાઇ બાંભણીયાએ બગદાણા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે તેના પતિને કોઇ પરસ્ત્રી સાથે આડો સંબંધ હતો જેની જાણ તેનાં પરિવારજનોને થતાં લાગી આવતા તેને પોતાની પુત્રીને ગળેફાંસો આપી પોતે પણ ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની નાના એવા રતનપર ગામમાં શોકની લાગણી સાથે ચકચાર જાગી હતી.

(11:12 am IST)