Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગોંડલમાં સેનીટેશન વિભાગ દ્વારા ડોર ટુ ડોર રોજીંદા કચરો લેવાનું શરૂઃ શહેરની શેરી ગલી મહોલ્લા ચોખ્‍ખા ચણાક રાખવાની નેમ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૧: ગોંડલ નગર પાલીકા દ્વારા ખાસ કરીને સોસાયટી વિસ્‍તારો મા કચરા નુ ટીપર વાહન એકાંતરા જતુ હતુ.પણ હવે રોજીંદા જેતે વિસ્‍તાર મા ડોર ટુ ડોર કચરો ઉઘરાવાશે.
સેનીટેશન વિભાગ ના ચેરમેન હંસાબેન માધડે જણાવ્‍યુ કે શહેર ને સ્‍વચ્‍છ બનાવવા નુ અભિયાન અંતર્ગત રાત્રી સફાઇ દ્વારા રાજમાર્ગો ને કચરા વિહીન બનાવાયા છે.મુખ્‍ય રાજમાર્ગ તથા સર્કલ પર ઘનિષ્ઠ સફાઇ કરાઈ રહી છે.જે માટે ૨૦ છોટાહાથી,૯ ટ્રેક્‍ટર તથા ૩૫૦ સફાઇ કામદારો કાર્યરત કરાયા છે.
હંસાબેન માધડે જણાવ્‍યુ કે સોસાયટી વિસ્‍તારો મા ટીપર વાહન કે ટ્રેક્‍ટર દ્વારા એકાંતરા ડોર ટુ ડોર કચરો ઉઘરાવાતો હતો.હવે થી રોજીંદા કચરો ઉઘરાવાશે જેથી શેરી મહોલ્લા ચોખ્‍ખા ચણાક રહે. કચરો જયાં ત્‍યાં નહી ફેંકવા તેમણે જનતા ને અપીલ કરી છે.

 

(1:51 pm IST)