Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

કચ્‍છની દરિયાઇ સરહદ કેફીદ્રવ્‍યો ઘુસાડવાનું લેન્‍ડિંગ પોઇન્‍ટ ? વધુ ૬ પેકેટ મળ્‍યા : વરસમાં ચરસના ૧૫૦૦ બિનવારસુ પેકેટ મળ્‍યા

સુરક્ષા એજન્‍સીઓ મૂળ સુધી પહોંચવા પ્રયત્‍નશીલ પણ મધદરિયે ચરસ ફેંકનારા અને લેનારા કોણ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : દેશમાં કેફી દ્રવ્‍યો ઘુસાડી બરબાદ કરવાના ડ્રગ્‍સ માફિયાઓ પાકિસ્‍તાનને જોડતી કચ્‍છની દરિયાઈ સરહદનો લેન્‍ડિંગ પોઈન્‍ટ ઉપયોગ કરી રહ્યા છે.

કેન્‍દ્ર અને રાજય સરકારની સુરક્ષા એજન્‍સીઓ દ્વારા મધદરિયે કરોડો રૂપિયાનું હેરોઈન ઝડપાઈ જવાના અને આ હેરોઈન ઘુસદનાર કેરિયર ઝડપી લેવાના કિસ્‍સાઓ પણ વધ્‍યા છે. એજન્‍સીઓએ ઉત્તર ભારતથી માંડી મુંબઈ, ગુજરાત અને છેક દક્ષિણ ભારત સુધી ડ્રગ્‍સ માફીયાઓની ધરપકડ કરી છે.

જોકે, સૌથી વધુ ચર્ચા અત્‍યારે કચ્‍છના દરિયામાં મળી આવતા બિનવારસુ ડ્રગ્‍સ ના જથ્‍થાની છે. ગઇકાલે ચરસના વધુ ૬ પેકેટ મળ્‍યા છે. એક મહિનામાં જ ૩૫ જેટલા અને છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ જેટલા ચરસના પેકેટ કચ્‍છના જખૌ વિસ્‍તારને સાંકળતા દરિયાઈ વિસ્‍તારમાંથી મળી આવ્‍યા છે.

આમ, કચ્‍છમાં જ ચરસના જથ્‍થા ના આટલા મોટા પ્રમાણમાં મળી આવેલા જથ્‍થા પાછળ શું ષડયંત્ર છે? ડ્રગ્‍સ માફિયાઓ કેફિદ્રવ્‍યોની હેરાફેરીમાં માછીમારોનો મોટા પાયે ઉપયોગ કરે છે. એ તો હકીકત છે. પણ, બિનવારસુ ચરસ દરિયામાં મૂકી દેવા પાછળ નું રહસ્‍ય અને એની પાછળની જાળ ભેદવી જરૂરી છે.

(11:05 am IST)