Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મુન્દ્રાના અરિહંતનગરમાં નાનાલાલ ગોર ઉદ્યાનનું ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત

સ્વ. નાનાલાલ ગોર, નાનાબાપાના નામે સેવાકીય કાર્યો દ્વારા સમગ્ર મુન્દ્રામાં જાણીતા હતા, ઉદ્યાન નિર્માણમાં શ્રેષ્ઠી મહેન્દ્રભાઈ સંગોઈનો આર્થિક સહયોગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧

મુન્દ્રા ના બારોઇ રોડ પર આવેલ અરિહંત નગર માં મુન્દ્રા બારોઇ નગરપલિકા ના પ્રમુખ કિશોર સિંહ પરમાર અને તેમની ટીમ ના સક્રિય પ્રયાસો થી આજે માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા ના વરદ હસ્તે સાર્વજનિક પ્લોટ માં સ્વ નાનાલાલ ગોર ઉદ્યાન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું..

લોક લાડીલા ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા નું સન્માન સુધરાઈ પ્રમુખ કિશોર સિંહ પરમારે કર્યું હતું..

આ ઉદ્યાન ના દાતા મહેન્દ્ર ભાઈ સંગોઈ નું સન્માન કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર એ કર્યું હતું..

તેમજ મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, સુધરાઈ ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, તાલુકા ભાજપ ના રવાભાઈ આહીર નું સન્માન કર્યું હતું..

આ પ્રસંગે સુધરાઈ ના પ્રનુખ કીશોર સિંહ પરમાર એ જણાવ્યું હતું કે આજે સ્વ નાનાલાલ ગોર ના ઉદ્યાન ના લોકાર્પણ પ્રસંગે તેમના પરિવાર ના ઇન્દુબેન ગોર અને પરિવારજનો નું સન્માન કરાયું હતું અને સ્વ નાનાલાલ ગોર ના પરિવારજનો એ ધારાસભ્ય શ્રી વીરેન્દ્ર સિંહ ઝાલા નું સન્માન કર્યું હતું...

આ પ્રસંગે કિશોર સિંહ એ જણાવ્યું હતું કે સ્વ નાના બાપા સેવા ના ભેખધારી હતા અને સર્વ સેવા સંઘ સંસ્થા ના માધ્યમ થી ઘણા ગરીબો ની સેવા કરી છે..અને તેમની સેવા અભિનંદન ને પાત્ર હતી..

આ ઉદ્યાન ના દાતા અને એનકરવાળા અહિંસાધસમ ના મહેન્દ્ર ભાઈ સંગોઈ એ જણાવ્યું હતું કે આ ઉદ્યાન અંદાજે 6 માસ માં તૈયાર થઈ જશે અને આ ઉદ્યાન આજુબાજુ ની 50 જેટલી વિવિધ સોસાયટી ના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે...

 

સ્વ નાનાબાપા ની ૫૦ વર્ષ પહેલા ની સેવાકીય પ્રવૃત્તિ થી હું વાકેફ છું. અને તેમણે સેવાકીય પ્રવૃતિઓ માટે પોતાની જાત નીચોવી નાખી હતી

મુન્દ્રા ના તેમજ તાલુકા ભર ના જરૂરત મંદ લોકો માટે સ્વ નાનાલાલ ગોર આશીર્વાદરૂપ હતા..

સ્વ નાનાલાલ ગોર ના પરિવાર ના નજીક ના અને ગોર સમાજ ના અગ્રણી દિલીપ ભાઈ એ જણાવ્યું હતું કે સ્વ નાના બાપા ની સેવા ની સુવાસ આજે વર્ષો બાદ પણ મહેકી છે અને લોકો આજે પણ તેમને યાદ કરી રહ્યા છે..

માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વીરેન્દ્ર સિંહ જાડેજા એ નાળિયેર વધેરી આ ઉદ્યાન નું ખાતમુહૂર્ત કર્યું હતું..

(તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(9:49 am IST)