Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

કૌટુંબીક ઝગડામાં દરીયામાં આત્મહત્યા કરવા ગયેલ વેરાવળની મહીલાને પ્રભાસપાટણ પોલીસે બચાવી

જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસે દરિયામાં ડૂબતી મહિલાને બહાર કાઢી

 વેરાવળમાં રહેતી મહીલા કૌટુંબીક ઝગડાના લીધે કંટાળી જઈ આત્મ હત્યા કરવા દરીયામા પડતુ મુકેલ હતું તે સમયે જાગૃત નાગરીક દ્વારા પ્રભાસપાટણ પોલીસને જાણ કરતા બનાવ ના સ્થળે જઈ મહીલાને દરીયામાંથી બહાક કાઠી આત્મ હત્યાના પ્રયાસ નિષ્ફળ બનાવી જીવ બચાવેલ હતો .

 પ્રભાસપાટણના પી.આઈ ગોહીલે જણાવેલ હતું કે તા .૨૦ ના બપોરે ૧ વાગ્યે પ્રભાસપાટણ ગંધીયા પ્લોટ વિસ્તાર સામે આવેલ દરીયામાં એક મહીલા આત્મહત્યા કરવા માટે દરીયામાં પડેલ હોય તેથી જાગૃત નાગરીકે દ્વારા તાત્કાલીક પોલીસ ને જાણ કરતા તે વિસ્તારમાં ફરજ બજાવતા હે.કો.મનોજગીરી દીલીપગીરી તથા એઆરડી ના સભ્યો બનાવ સ્થળે તાત્કાલીક પહોચી ગયેલ હતા અને દરીયામાં કુદી જઈ ડુબતી મહીલાને બહાર કાઠી પી.સી.આર વાન માં પોલીસ સ્ટેશને લાવેલ હતા આ મહીલા વેરાવળની રહેવાસી હોય તેનું નામ અલીમાબેન તાજવાણી તુરક ઉ .૨૫ હોવાનું જણાવેલ હતું

 આ મહીલાએ જણાવેલ હતું કે કૌટુંબીક ઝગડો હોવાના લીધે માનસીક તળાવ આવી ગયેલ હોય અને મરી જાવું છે તેથી દરીયામાં પડેલ હોય પોલીસે તેમના અનમોલ જીવનનું મહત્વ સમજાવી તેમના પરીવારને બોલાવી કૌટુબીક ઝગડાનું નિરાકરણ કરી સભ્યોની હાજરીમાં મીલન કરાવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે આ કાર્યની ઠેર ઠેર પ્રશંસા થઈ રહેલ છે .

(10:04 pm IST)