Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ધોરાજી મોજીલા મહોત્સવ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં માનવ મહેરામણ ઉમટી પડયું

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

 ધોરાજી: ધોરાજીના સ્ટેશન પ્લોટ એલઆઇસી ઓફિસ પાસે આવેલ મોજીલા મહોત્સવ મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વ્રજ ધામ ખાતે ભાગવત કથાના મુખ્ય વક્તા પુષ્ટિમાર્ગીય શાસ્ત્રી ધર્મેન્દ્ર પ્રસાદ પંડ્યા મધુર વાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનો દરરોજ રસપાન થઈ રહ્યું છે
આ પ્રસંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી -ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશન ભાઈ માવાણી ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે પી.માવાણી ધોરાજી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા ભાજપના અગ્રણી નીતિનભાઈ જાગાણી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ મહાનુભાવોને કથાકાર ધર્મેન્દ્ર પ્રસાદ પંડ્યા એ ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું તથા પાટલાના મુખ્ય યજમાનપદે ગોવા. મહેન્દ્રભાઈ મુરલીધર ભાઈ ભાયાણી પરિવાર જોડાયો હતો
કથામાં ઉદ્યોગપતિ ભુપતભાઇ ભાયાણી નવીનભાઈ ભાયાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો
શ્રીમદ ભાગવત સપતા સફળ બનાવવા માટે મોજીલા મહોત્સવ મંડળ સ્ટેશન પ્લોટ ના તમામ ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી

(9:21 pm IST)