Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

જામનગરમાં કોરોનાના વધુ ર પોઝીટીવ કેસ

અત્યાર સુધીમાં ૪૭ પોઝીટીવ કેસ નોંધાયાઃ કોરોનાએ ર બાળકોનો ભોગ લીધો છે

જામનગર, તા., ર૧: જામનગરમાં આજે વધુ   ર કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

 

ગઇકાલે જામનગર સહીત જુદા જુદા વિસ્તારોમાંથી રપ૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ આજે આવતા ર કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજે જામનગરમાંથી ર૬, પોરબંદર ૩ર, દેવભુમી દ્વારકા ૧૦૭, મોરબી જીલ્લામાંથી ૧ર૪ સહીત ર૪ર સેમ્પલો લેવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આજે સાંજે આવશે.

(12:51 pm IST)