Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

મોરબીમાં જુગર રમતા ૧૫ પત્તા પ્રેમી પકડાયા

 મોરબી,તા.૨૦ :મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા ૧૫ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે રૂપિયા ૩૭ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા સલીમભાઈ યુસુફભાઈ સંધી, ફિરોઝભાઈ હાજીભાઇ માજોઠી, સલીમભાઈ અબ્દુલભાઈ સાયરા, અસલમભાઇ ઇકબાલભાઈ જુણાચ, રાજેશભાઈ ભીખાલાલ મકવાણા, રઝાકભાઈ આમદભાઈ સાયરા, આસીફભાઇ ગફારભાઈ મોવર, ઈમરાનભાઈ હાસમભાઈ દલવાણી, એજાઝભાઈ ઈબ્રાહીમ ઈમાની, મોજમભાઈ મહમદભાઈ માજોઠી, ઇમરાનભાઈ કાદરભાઈ માજોઠી, રફીકભાઈ કાસમભાઈ ખુરેસી, સિકંદરભાઈ સલીમભાઈ સાયરા, અમાનભાઈ આબિદભાઈ દલવાણી, રીયાઝ ઇકબાલભાઈ જુણાચને મોરબી એ ડીવીઝન પોલીસે રોકડ રકમ કીમત રૂ.૩૭૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:36 am IST)