Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કેશોદ એસ. ટી બસ સ્ટેશન પોણા બે માસ બાદ પુનઃ ધબકતું થયું

કેશોદ, તા.૨૧: કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં પોણા બે માસ જેવો સમય માટે લોક ડાઉન રહીયા બાદ લોક ડાઉન-૪ માં રાજય સરકાર દ્વારા તમામ ધંધા રોજગાર તથા પ્રાઈવેટ ફોર વ્હીલ તથા જુનાગઢ પોરબંદર, અને અમરેલી જેવા વિસ્તારોમાં એસ. ટી. બસ ની વ્યવસ્થા શરૂ કરી છે અને તે પણ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખી અને એસ. ટી. બસ સ્ટેન્ડ પરથી પેસેન્જર ને ટીકીટ આપી એક બસમાં વધુમાં વધુ ત્રીસ જેટલા મુસાફરો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા સાથે એસ. ટી. નિગમ દ્વારા એસ. ટી. બસની સુવિધા શરૂ કરવામાં આવી છે અને તેનો પ્રારંભ ગઈકાલ થી કેશોદ ડેપો ખાતે થી કરવામાં આવ્યો છે ત્યારે આ તકે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે કોરો ના ની ગાઈડ લાઈન મુજબ થયેલ જાહેરાત અને નિયમોનું પાલન સાથે કેશોદ ડેપો ખાતે થી એસ. ટી. બસની શરૂઆત કરવામાં આવેલ છે.

(11:26 am IST)