Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ભુજ જતી બસની બ્રેક ફેઇલ થતાં ટ્રકની પાછળ ઘૂસી ગઇ

અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત : મોરબી જિલ્લાના હળવદ ચાર રસ્તા પાસે ખાનગી બસની બ્રેક અચાનક ફેઇલ થઇ જતાં સર્જાયેલો ગંભીર અક્સ્માત

અમદાવાદ,તા. ૨૧ : અમદાવાદથી ભુજ જતી વોલ્વો બસની બ્રેક ફેઇલ થતાં આજે મોરબી જિલ્લાના હળવદ ચાર રસ્તા પાસે એક ટ્રકમાં ઘુસી ગઇ હતી. આ દુર્ઘટનામાં ખાનગી વોલ્વો બસ ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને વોલ્વો બસના મૃતક ડ્રાઇવરની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હળવદની સરા ચોકડી પાસે ખાનગી વોલ્વો બસની અચાનક બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આ બસ જ્યારે ભુજથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે જ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. જેના કારણે ખાનગી વોલ્વો બસ ટ્રકની પાછળ જોરદાર ધડાકાભેર ઘૂસી ગઇ હતી. ટ્રક સાથે જબરદસ્ત રીતે અથડાવાના કારણે વોલ્વો બસનો આગળનો ભાગ અને ટ્રકનો પાછળનો ભાગ એકદમ ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, વોલ્વો બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજયું હતું. જો કે, આ અકસ્માતમાં બસ ચાલક સિવાય અન્ય કોઇ મુસાફરને ઇજા નહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતને પગલે લોકાના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

(9:08 pm IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST