Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

મુળીમાં વૃધ્ધાની હત્યા કરનાર શકિત વિજયસિંહ ઝડપાયો

વઢવાણ તા. ર૧ :.. ગઇ તા. ૧ર-પ-ર૦૧૯ ના રોજ મુળી ગામમાં રહેતા વૃધ્ધા નનુબા રતનસિંહ મોરી ઉ.૮પ રહે. મુળી વાળાના ઘરમાં કોઇ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી, છરી તથા સુયા જેવા તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે તથા પેટના ભાગે અસંખ્ય ઘા મારી મોત નિપજાવી નાસી ગયેલ છે ખુનનો ગુન્હો અનડીટેકટ હોય, બનાવ જગ્યા તથા આજુબાજુમાં કોઇ સીસી ટીવી ન હોય, મરણ જનાર વૃધ્ધા તેઓના રહેણાંક મકાને એકલા જ રહેતા હોય, તેમજ આ બનાવ નજરે જોનાર કોઇ સાહેદ સામે આવેલ ન હોય, જેથી આરોપીની ઓળખ કરવી ખુબ જ મુશ્કેલ જણાતી હતી.

સદર અનડીટેકટ ખુન કેસમાં નો ભેદ ઉકેલવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટનાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની રાહબરી હેઠળ સદર ગુન્હાનો આરોપી શોધી કાઢવાની ચેલેન્જ પો. ઇન્સ. ડી. એમ. ઢોલ એલ. સી. બી. સુ.નગરનાઓએ ઝડપી, તાબાના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, આરોપી શોધી કાઢવા અંગે તજવીજ કરવામાં આવેલ, તપાસ દરમ્યાન બનાવ બનેલ તે જગ્યાના આજુબાજુ વાળાની સઘન પુછપરછ કરી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતા શકિતવિજયસિંહ ભુપતસિંહ ઝાલા રહે. મુળી મોરી પા. હાલ રહે. સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ, અલ્ટ્રાવીઝન સ્કુલ પાસે વાળો આ ગુન્હામાં સંડોવાયેલ હોવાની હકિકત જણાય આવેલ. જેથી મજકુર ઇસમની વોચ તપાસ કરાવતા તે ગુન્હો બન્યા બાદથી જાહેરમાં દેખાતો ન હોય, ચોકકસ લોકેશન મેળવી મજકુરને એલ. સી. બી. કચેરી લાવી પુછપરછ કરતા પ્રથમ તો પોતે આ અંગે કોઇ જાણતો નથી તેમ જણાવી પોતાને બચાવ કરવા પ્રયત્ન કરેલપરંતુ એલ. સી. બી. સ્ટાફ દ્વારા યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરવામાં આવતા મજકુર ઇસમ ભાંગી પડેલ અને આ ગુન્હો પોતે કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુરને મુળી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપતા મુળી પો. સ. ઇ. શ્રી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ. સી. બી. ટીમ પો. સબ. ઇન્સ. વી. આર. જાડેજા તથા એ. એસ. આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા હેડ કોન્સ. વાજસુરભા લાભુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા પો. કોન્સ. અમરકુમાર કનુભાઇ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા ડ્રા. પો. કોન્સ. કલ્પેશભાઇ જેરામભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ એ રીતેની ટીમ દ્વારા સોર્સથી ચોકકસ હકિકત મેળવી આરોપી શોધી કાઢી મર્ડરનો અનડીટકેટ ગુન્હો ડીટેકટ કરેલ છે.

(3:27 pm IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહ્યું આ શું બકવાસ છે? : દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહયું આ શું બકવાશ છે? સુપ્રિમકોર્ટે અરજી ફગાવીઃ ચેન્નાઇના કેટલાક ટેકનોક્રેટે કરી હતી માગઃ વીવીપેટના ૧૦૦ ટકા કાઉન્ટીંગની હતી માગ access_time 12:43 pm IST