Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જુનાગઢમાં હાર્દિક વિઠ્ઠલાણીની હત્યામાં પિતા-પુત્રની ધરપકડ

અન્ય પ શખ્સોને ઝડપી લેવા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા દોડધામ

જુનાગઢ, તા. ર૧ : જુનાગઢના લોહાણા યુવક ચિરાગ વિઠ્ઠલાણી ઉપર થયેલા જીવલેણ હુમલામાં અને તેના ભાઇ હાર્દિકભાઇની થયેલી હત્યામાં પોલીસે મધરાત્રે આરોપી પિતા-પુત્રને ઝડપી લઇ અને ફરાર પાંચ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

એચડીબી ફાયનાન્સના રિકવરી કર્મચારી ચિરાગભાઇ અશોકભાઇ વિઠ્ઠલાણી અને તેના ભાઇ હાર્દિક વિઠ્ઠલાણી ઉપર શનિવારની રાત્રે લોન રિકવરી મુદે તિરૂપતી એપાર્ટમેન્ટમાં રહેતા રવિ અને તેના પિતા સંજય લહેરી ઉપરાંત ધાર્મિક, હારૂન અને અન્ય બે અજાણ્યા શખ્સોએ ઘાતકી હથીયારો વડે હુમલો કર્યો હતો.

જેમાં હાર્દિકભાઇની હત્યા થયેલ અને ચિરાગભાઇને ગંભીર ઇજા થવાથી રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ.

આ બનાવના આરોપીઓને ઝડપી લેવા આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની સુચનાથી એસ.પી. સૌરભ સિંઘે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં તપાસનીશ બી-ડીવીઝનના પી.આઇ. આર.બી. સોલંકી, એસઓજી પી.આઇ. જે.એમ. વાળા અને ક્રાઇમ બ્રાંચના પો. ઇન્સ. આર.કે. ગોહીલ વગેરેની ટીમો બનાવી હતી.

પરંતુ ગઇકાલે આરોપીઓ નહિ પકડાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. અને લોહાણા સમાજના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની આગેવાનીમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ અને ડે. મેયર ગિરીશભાઇ કોટેચાની રાહબરીમાં રઘુવંશી આગેવાનો, કાર્યકરોએ એસ.પી. સૌરભ સિંઘને આવેદનપત્ર આપી હાર્દિક વિઠ્ઠલાણીના હત્યારોઓને તાત્કાલીક પકડી પાડી કડક સજા કરવા રજુઆત કરી હતી.

આ રજુઆત સંદર્ભે પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે આરોપીને સત્વરે પકડી પાડવાની ખાત્રી આપી હતી.

દરમ્યાનમાં ગત રાત્રે ૧૧-પપ કલાકે હાર્દિકભાઇના હત્યારા અને ચિરાગભાઇ ઉપર હુમલો કરનાર મુખ્ય આરોપી પંકિત ઉર્ફે રવિ અને તેના પિતા સંજયભાઇ મધુસુદન લહેરીને એસઓજી, બી-ડીવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમોએ ડીવાયએસપી શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝડપી લીધા હતા.

આ પિતા-પુત્રની પૂછપરછ હાથ ધરી અન્ય ફરાર પાંચ શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

(1:06 pm IST)
  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહ્યું આ શું બકવાસ છે? : દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહયું આ શું બકવાશ છે? સુપ્રિમકોર્ટે અરજી ફગાવીઃ ચેન્નાઇના કેટલાક ટેકનોક્રેટે કરી હતી માગઃ વીવીપેટના ૧૦૦ ટકા કાઉન્ટીંગની હતી માગ access_time 12:43 pm IST