Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જૂનાગઢ નોબલ હાઈસ્કૂલનું ધો. ૧૦નું રેકોર્ડબ્રેક ૯૯ ટકા પરિણામ

જૂનાગઢ, તા. ૨૧ :. માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું નોબલ હાઈસ્કૂલનું પરિણામ ૯૯ ટકા આવેલ છે. જેમાં એ-વન ગ્રેડ ૧૮, એ-ટુ ગ્રેડ ૮૪ વિદ્યાર્થીઓએ મેળવેલ છે. જેમાં વાઘેલા હર્ષ દિવ્યેશભાઈ તથા શિંગાળા કશ્યપ જમનભાઈએ ૯૯.૮૮ પી.આર. સાથે બોર્ડમાં બારમો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે.  સ્કૂલ ટોપટેનમાં અગીયાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલુ છે. કુલ ૨૬૨ વિદ્યાર્થીમાંથી ૨૫૯ વિદ્યાર્થી પાસ થયા છે. જેમાં ૯૦ ટકા કે તેથી વધુ ગુણે ૩૧ (એકત્રીસ) વિદ્યાર્થીઓએ મેળવેલ છે.

આ સફળતા બદલ સર્વે ટીચર્સ તથા સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને સંચાલક કે.ડી.પંડયા, સહસંચાલક સિદ્ધાર્થ પંડયા તથા પ્રિન્સીપાલ રેખા મેડમે બિરદાવેલ છે.

૮૦ કે તેથી વધુ ગુણ મેળવનાર ૧૦૬ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટીફીકેટ તથા સ્કૂલ ટોપટેન વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ, શિલ્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે.

(12:59 pm IST)