Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જામનગર એલસીબીના કર્મચારી ભરતભાઇ મુંગરાનો પુત્ર કૌશિક ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં ગુજરાત ફર્સ્ટ

જામનગર તા. ૨૧ : જામનગરમાં એલસીબીમાં ફરજ બજાવતા ભરતભાઇનો પુત્ર કૌશિક મુંગરા ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે.

જામનગર એલસીબી મા ફરજ બજાવતા ભરતભાઈ પટેલનો પુત્ર કૌશિક ભરતભાઈ મુંગરાએ એસ.એસ.સી.ની પરીક્ષામાં સારો દેખાવ કર્યો છે. મૂળ સૂર્યપરાના વતની ભરતભાઈ જામનગરમાં પોલીસ વિભાગમાં એલસીબીમા ફરજ બજાવી રહ્યા છે. ખૂબ જ કુનેહ અને ફરજનિષ્ઠ એવા લેઉવા પટેલ સમાજના અગ્રણી એવા ભરતભાઈ ના પરિવારમાં તેના પુત્રે પણ પોતાની કુનેહથી SSCની પરીક્ષામાં ગૌરવવંતી સિદ્ઘિ મેળવી છે.

કૌશિક મુંગરાએ સિદ્ઘિ તેને જઈ વળે તે યુકિતને જીવનમંત્ર બનાવી અથાગ મહેનત કરી SSCની ગુજરાત બોર્ડની પરીક્ષામાં 99.99%PR મેળવી ગુજરાતના ટોપર્સમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ત્યારે કૌશિક ભરતભાઇ મુંગરાને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. (તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)

(12:50 pm IST)
  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST

  • સેન્સેકસ-નીફટીએ સવારનો સુધારો બપોરે ગુમાવ્યો : મુંબઇ : શેરબજારમાં આજે સવારે તેજી હતી પણ બપોરે એકાએક વેચવાલી વધતા બજાર પટકાયું : ર-૧પ કલાકે સેન્સેકસ ર૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૧૧૬ અને નીફટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૭૪૬ ઉપર ટ્રેડ કરે છે : ડોલર સામે રૂપિયો ૬૯.૭૪ ઉપર છે access_time 3:32 pm IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST