Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જામનગરના ડોકટર દંપતિની પુત્રી જીયા બોર્ડમાં પાંચમાં સ્થાને

જામનગર તા. ૨૧ : જામનગરમાં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં તબીબની પુત્રી જીયાએ મેળવ્યું પાંચમુ સ્થાન જામનગરની જી.જી.હોસ્પિટલ ના પેથોલોજી વિભાગના વડા ડો.વિજય પોપટ અને તેમના ધર્મ પત્ની સ્કીન વિભાગના વડા ડો. દેવલ વોરાની સુપુત્રી જીયા એ SSC બોર્ડમાં 99.95%PR સાથે બોર્ડમાં ૫માં ક્રમે મેદાન માર્યું છે. વિદ્યાર્થીકાળથી તબીબી ક્ષેત્રે નિપુણ અને મળતાવડા સ્વભાવના પિતા વિજયભાઈ પોપટ અને માતા દેવલબેનના પગલે પુત્રી જીયા એ પણ સિદ્ઘિ મેળવવા એકાગ્રતાથી સમગ્ર બોર્ડમાં ૫માં ક્રમ મેળવ્યો છે. જીયાની આ સિદ્ઘિને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:51 pm IST)