Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

દ્વારકા જિલ્લાનું ધો. ૧૦નું પરિણામ ૭૦.૩ર% સૌથી વધુ નંદાણા કેન્દ્રનું ૮૭.ર૦%

એ-વન ગ્રુપમાં ર૯ વિદ્યાર્થીઓ, ગત વર્ષના પરિણામ કરતા ૧.ર૮%નો ઘટાડો, સો ટકા પરિણામ ધરાવતી માત્ર ૪ શાળાનો સમાવેશ

ખંભાળીયા, તા. ર૧ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતાં દ્વારકા જિલ્લાનું ૭૦.૩ર ટકા પરિણામ જાહેર થયેલ છે. જિલ્લાના નંદાણા કેન્દ્રનું સૌથી વધુ ૮૭.ર૦ ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષનું ધો. ૧૦નું પરિણામ ૭૧.૬૦ ટકા હતું જે ૧.૩૬ ટકા જેટલુ ઘટયું છે. પરિણામને લઇ સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્તેજના છવાયી હતી.

પરિણામની વિસ્તૃત વિગત જોઇએ તો દ્વારકા જિલ્લાના ૯ કેન્દ્રો ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, રાવલ, મિઠાપુર, ભાટીયા, કલ્યાણપુર, નંદાણા, વાડીનાર પર પરીક્ષા લેવામાં આવી હતી. જિલ્લામાં ૮૪૭૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી ૮૪૩૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ૯૩ર વિદ્યાર્થીઓ પાસ થયા છે.

જિલ્લાની ગ્રેઇડ વાઇઝ માહિતી નીચે મુજબ છે.

એ-વનમાં ર૯, એ-ર માં ૩૧૯, બી-૧માં ૯૧૯, બી-રમાં ૧૭૯૧, સી-૧માં ર૦૧ર, સી-ર માં ૮૪૩, ડીમાં ૧૯, ઇ-૧માં ૩૦૮, ઇ-રમાં ર૧૯૬ વિદ્યાર્થીઓ ઝળકયા છે.

(12:47 pm IST)