Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સાવરકુંડલાના લુવારા ગામમાં શ્રી દુધેશ્વર મહાદેવનો જીર્ણોધ્ધાર

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ સાવરકુંડલાઃ લુવારા ગામ મુકામે દુધેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. સમસ્ત લુવારા ગામ આયોજિત શ્રી દુધેશ્ર મહાદેવના જીર્ણોદ્ધાર તેમજ શિવપંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ શ્રી અશોકભાઇ સીસારા એ જણાવ્યું કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાયજ્ઞમાં સમસ્ત લુવારા ગામના યજમાન શ્રીઓ, ભકતજનો તથા લુવારા ગામના રામજીભાઇ સીસારા, દેવશીભાઇ હડિયા, દિલુભાઇ ચાંદુ, મનુભાઇ માંજરીયા, સુરખભાઇ ચાંદુ, મનુભાઇ તથા કેશુભાઇ જહેમત ઉઠાવનારા શૈલેષભાઇ છોટાળા, મનુભાઇ હડિયા, તથા કનુભાઇ લાડુમોર અને સમસ્ત દ્વારા ગામ તથા બહારગામથી પધારેલ સૌ મહેમાનોની હાજરીમાં આ પ્રસંગની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ-ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(11:50 am IST)