Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સાવરકુંડલામાં સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ

સાવરકુંડલાઃ શહેરમાં શ્રી સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી નાગરદાસ ધનજી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનમુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ. આ કેમ્પનું દિપ પ્રાગટય પ. પુ. મહંત શ્રી નારાયણદાસ સાહેબ, અને કબીર ટેકરીના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઇ કંટારીયા (મુંબઇ વાળા)ની સાથે સાગર સાહેબ તેમજ સુદર્શન નેત્રાલયમાંથી કિર્તીભાઇ અમરેલીવાળા, કબીર યુવા ગ્રુપ પ્રમુખ અરવિંદ મેવાડા, કન્વીનર રામદેવસિંહ ગોહીલ, સહકન્વીનર હેમાંગભાઇ ગઢિયા, સુદર્શન નેત્રાલય તરફથી કિશોરભાઇ ત્રિવેદી, ભદ્રેશભાઇ, વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હૈલેયા, કૌશિકભાઇ મહેતા, કબીર ટેકરી વતી હિતેશભાઇ નિમ્બાર્ક, નિલેષભાઇ જોષી, લક્ષ્મણભાઇ રાઠોડ, લાલભાઇ મંગલદીપ, દીલીપભાઇ મીસ્ત્રી, જગદીશભાઇ જયાણી, જયેશભાઇ રાઠોડ, તુલસીભાઇ મકવાણા, સુમિતાબેન પ્રિતીબેન, વગેરે સેવા આપી હતી. જેમાં ર૬ર ઉપરાંત દર્દીઓને લાભ લીધો હતો. અને પ૯ દર્દીઓને મોતીયા ઓપરેશન વિનામુલ્યે અમરેલી મોકલવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ દિપક પાંધી-સાવરકુંડલા)

(11:49 am IST)
  • મધ્યપ્રદેશના ઝાંસી ખાતે ઈવીએમ ભરેલી બે ગાડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો : આ ઈવીએમ ભરેલી બંને ગાડીઓ માર્કેટ યાર્ડમાં મૂકીને કર્મચારીઓ ભાગી ગયાનું વિકાસ યોગી નામના પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યુ છે access_time 3:51 pm IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST