Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

માળીયાહાટીનામાં રિઝવાન સિનિયર સીટીઝન મહિલાઓ માટે એક અનોખી પહલ

માળીયાહાટીનાઃ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા માળિયા હાટીના ખાતે સિનિયર સિટિઝન મહિલાઓ માટે એક અનોખી પહલ કરવામાં આવી છે. જેમાં સિનિયર સિટીઝન મહિલાઓ માટે ભરત ગુંથણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માળિયા હાટીનાના સિનિયર સીટીઝન મહિલાઓ જોડાઇને તાલીમ દ્વારા મેળવેલ કુશળતાના આધારે આજીવિકા સુધાર હેતુ કામગીરી કરીને આવક મેળાવશે. તસ્વીરમાં તાલીમ લેતા મહિલાઓ નજરે પડે છે.

(11:49 am IST)