Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વીરપુર જૂથ સેવા ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ તરીકે ગોરધનભાઇ ધામેલીયાની વરણી

વીરપુર, તા.૨૧: વીરપુર જલારામ તેમજ કાગવડ અને થોરાળા એમ ત્રણ ગામની વીરપુર જૂથ સેવા સહકારી મંડળી લી. વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાય હતી જેમાં ગોરધનભાઈ ધામેલીયાની સહકાર પેનલના પંદરે પંદર ઉમેદવારો વિજય થયા હતા જેમાં ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયાને સર્વાનુમતે મંડળીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

તેઓ ૧૯૯૧ થી આ વીરપુર જૂથ સેવા સહકારી મંડળી કમિટીમાં ચૂંટાયા જેઓ ૭/૧૯૯૩થી લઈને અત્યાર સુધી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી તરીકે સુકાન સંભાળેલ આ વખતે પણ ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી મંડળીના પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું હતું, ગોરધનભાઈ હાલ રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે તેમજ રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના ડિરેકટર પણ છે, ગોરધનભાઈ ધામેલીયાએ વીરપુર જૂથ સેવા ખેડૂત સહકારી મંડળી લી.ના પ્રમુખ પદ સંભાળતા જ વીરપુર, કાગવડ, થોરાળા પંથકના ખેડૂતમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને ગોરધનભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.(તસ્વીરઃ કિશન મોરબીયા. વીરપુર)

(11:48 am IST)