Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સુરતની સાડીઓનું સૌરાષ્ટ્રમાં સુશોભન

ઇશ્વરિયાઃ સૌરાષ્ટ્રમાં ઘણાં ગામોમાં લગ્ન-પ્રસંગો પર સાડીઓ ખરીદવા બહેનો સુરત જાય છે, ત્યાં લગભગ ગામોમાં પરિવાર કે સંબંધિઓ રહે છે આ સુરતની સાડીઓનું સૌરાષ્ટ્રમાં સુશોભન છેલ્લા પાંચ-સાત વર્ષથી થઇ રહ્યું છે. તૈયાર સાડીઓ તેમજ અન્ય પોષાકોમાં નાના-મોટા ટીકા, હિરા જેવા પથ્થરના આકર્ષક ટુકડાઓ વગેરે લગાવી રોજગારી મેળવવાનું કામ સારૃં ચાલે છે. કેટલાંક આ કામ કમાણી કરવા તો કેટલાંક સમય પસાર કરવા આ ટીકા ટાંકવાનું કામ કરે છે. સોય દોરા નહિ પણ આ ટીકા કે પથ્થરો ગુંદર જેવા સ્નિગ્ધ પદાર્થોથી ચોંટાડવા મોટા જથ્થામાં સાડીઓ આવે છે. પોતાના જ ઘરે છાંયડે અને વળી ખાટલે બેઠા જ આ કામ થઇ રહ્યું છે. (તસ્વીરઃ મુકેશ પંડિત)

(11:45 am IST)