Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

હળવદઃ જાયન્ટસ ગૃપ ઓફ આદિપુર મેઇન દ્વારા એક દિકરીને કરિયાવર અર્પણ

હળવદઃ જાઇન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર મેઈન દ્વારા પ્રથમ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એક જરૂરિયાતમંદ દીકરીનું કરિયાવર કરવામાં આવ્યું. જેમાં ૧૨ જોડી કપડાં, ઇમિટેશન જવેલરી, રોજિંદા ઉપયોગમાં આવતી ઘરવપરાશની વસ્તુઓ જેવી કે કૂકર, ડિનર સેટ, બ્લેન્ડર, ટિફિન, કેસરોલ, અન્ય વાસણો, ચાંદી ના સાંકડા, પગની કેડી, નાકનો હીરો, બ્લેન્કેટ, ચાદર, તકિયા વગેરે વસ્તુઓ આપવામાં આવી. જેની કુલ ખર્ચ રૂપિયા ૨૮૩૫૦/-(અંકે રૂ.અઠયાવીસ હજાર ત્રણસો પચાસ) જેવો થયેલ. જેને, રશ્મિબેન ખમ્બોજ, સ્થાપક પ્રમુખ ડિમ્પલેબેન આચાર્ય, પ્રીતિશાહ, વિભા ઓઝા, બીના લખવાની, ચાંદની વચછાની, ડો. ઇવા ખારોડ , ડો. વર્ષા સોલંકી, મનીષાબેન, મીનાક્ષીબેન ભટ્ટ, લીના શર્મા, જયાબેન દાફડા તરફથી આપવામાં આવેલ હતી.

આ પ્રોજેકટ માં પ્રમુખ ડિમ્પલ આચાર્ય, વી.પી. વિભા બેન ઓઝા, વી.પી. પ્રીતિ શાહ, ડી.એફ. બીના લખવાની, ડાયરેકટર મનીષા બેન ધુવા, વર્ષાબેન સોલંકી, મીનાક્ષીબેન ભટ્ટ, સભ્યો લીના શર્મા ઇવા ખારોડ હજાર રહ્યા હતા. ભા.જ.પા. કચ્છ જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કૈલાશબેન ભટ્ટ પણ આ પ્રોજેકટ માં હાજર રહયા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.(તસ્વીર.અહેવાલઃ દિપક જાની.હળવદ)

(11:40 am IST)
  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST

  • ૩ વધુ બેન્કોનું વિલીનીકરણ થઈ રહ્યુ છે : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંક ટૂંક સમયમાં ઓરીયન્ટ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને અલ્હાબાદ બેંક તેના કબ્જા હેઠળ લઈ લેશે access_time 4:56 pm IST

  • દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહ્યું આ શું બકવાસ છે? : દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહયું આ શું બકવાશ છે? સુપ્રિમકોર્ટે અરજી ફગાવીઃ ચેન્નાઇના કેટલાક ટેકનોક્રેટે કરી હતી માગઃ વીવીપેટના ૧૦૦ ટકા કાઉન્ટીંગની હતી માગ access_time 12:43 pm IST