Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ધ્રોલના મોટા વાગુદળ ગામે કાકાએ વંડી બનાવવા ભત્રીજાને છરી ઝીંકી દીધી

જામનગર તા. ૨૧ : ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં હરપાલસિંહ ગિરવાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટા વાગુદળ ગામે ફરીયાદી હરપાલસિંહના પિતા ગિરવાનસિંહ પોતાના ઘરે પોતાની હદમાં વંડી બનાવવા માટે પાયો ખોદતા હોય જે ફરીયાદી હરપાલસિંહના કાકા આરોપી ભગીરથસિંહ દોલુભા જાડેજા એ પાયો ખોદવા નહી દઈ ધકકો મારી પાડી દેતા આ કામના ફરીયાદી હરપાલસિંહ તેના પિતા ને છોડાવવા જતા ફરીયાદી હરપાલસિંહના કાકા આરોપી ભગીરથસિંહએ પોતાના પાસેની છરી વડે છરીનો એક ઘા ફરીયાદી હરપાલસિંહના પડખાના ભાગે મારી ગંભીર ઈજા કરી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્‍ધનું મૃત્‍યું

લાલપુરમાં રહેતા દિપકભાઈ કિશોરભાઈ કટેશીયા એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કિશોરભાઈ કાનજીભાઈ કટેશીયા, ઉ.વ.૬૦, રે. નાની રાફુદળ ગામ, તા.લાલપુર, જિ.જામનગરવાળા ને અચાનક છાતીમાં દુઃખાવો થતા સારવારમાં મરણ ગયેલ જાહેર કરેલ છે.

બિમારી સબબ વૃઘ્‍ધનું મોત

અહીં નવાગામ ઘેડમાં રહેતા વિક્રમસિંહ ભિખુભા ઝાલા એ સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, હિરાલાલ જેઠાલાલ ચાવડા, ઉ.વ.૭૦, રે. જામનગરવાળા સારવાર દરમ્‍યાન કોઈ પણ કારણસર તા.ર૦-પ-૧૯ના મરણ ગયેલ છે..

યુવક કુવામાં પડી જતા મોત

જામજોપુરમાં રહેતા ભાવનાબેન હીરાભાઈ વરાણીયા એ જામજોપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ખોડીયાર માતાજીના મંદિર તરફ જવાના રસ્‍તે  ભરતભાઈ હીરાભાઈ વરાણીયા, ઉ.વ.રપ, રે. ઉમિયાજી ચોક, જામજોધપુરવાળા કોઈ પણ કારણસર કુવામાં પડી જતા મરણ ગયેલ છે.

(11:37 am IST)