Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

પોરબંદરમાં કોળી સમાજના છાત્રો માટે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર

પોરબંદર તા.૨૧: તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ તાલુકા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળ અને ઝુરીબાગ કોળી સમાજના ઉપક્રમે કોળી જ્ઞાતિના ધો.૧૦-૧૨ સ્નાતક અનુસ્તાનક કક્ષાના છાત્રો માટે આગામી તા.૨૬મી મે રવિવારે સાંજે ૪ કલાકે પોરબંદરના ઇન્દિરાનગર ઘીંગેશ્વર રોડ સ્થિત રામસીભાઇ નારણભાઇ બામણીયા ઓમ આંઇ ટેકા પરબ ખાતે કોળી સમાજના છાત્રો માટે કારકિર્દીલક્ષી એ જાહેર સ્પર્ધત્માક વિવિધ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઇ પૂંજા ભાઇ બામણીયાના અધ્યક્ષ સ્થાને યોજાનારા કારર્ન્દી માર્ગ દર્શન લક્ષી સેમિનારનું ઉદઘાટન જાણીતા નોટરી અને પોરબંદર જિલ્લા અખિલ ભારતીય મહિલા મંડળના પ્રમુખ હેતલબેન વાજાના હસ્તે કરાશે. અતિથિ વિશેષ તરીકે તળપદા કોળી સમાજના પ્રમુખશ્રી દીપકભાઇ બી.ગોહિલ, કોળી યુવા સેનાના પ્રમુખ મનોજભાઇ મકવાણા, જયુબેલી કોળી સેવા સમાજના પ્રમુખ ભરતભાઇ રાઠોડ, પોરબંદર કોળી સેવા સમાજના મોભી પરબતભાઇ વાઢીયા, બોખીરા કોળી સેવા સમાજના પ્રમુખ યોગેશભાઇ ઓગોલીયા, કાઉન્સીલર નટુભાઇ બામણીયા, ભરતભાઇ બામણીયા દમયંતીબેન સોલંકી ઝુરીબાગ કોળી સેવા સમાજના પ્રમુખ વલ્લભભભાઇ બામણીયા, પ્રફુલભાઇ બામણીયા, તુલસીભાઇ મકવાણા, ભુપતભાઇ ડાભી, વસરામભાઇ સોલંકી,હરીશ ચુડાસમા, રાજશ્રી બગીયા, કાન્તિભાઇ કરગટીયા સહિત કોળી સમાજના અગ્રણીઓ હાજરી આપશે.

સેમિનારમાં કેળવણી નિરીક્ષક કીશનભાઇ બળેજા એલ.આઇ.સી.ઓફિસર લલિતભાઇ ચુડાસમા, કેળવણી કાર.ડો.ઇશ્વરભાઇ ભરડા, રવિ કમ્પ્યુટરના મનિષ મકવાણા બગવદર હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય ભીખુભાઇ ચાવડા, પૂર્વ નાયબ મામલતદાર રોહિત બારૈયા, એન્જિનિયર ધવલ ભરડા વગેરે ધો.૧૦-૧૨ પછીના ભવિષ્યમાં સારીતકોના અભ્યાસક્રમો વિવિધ નોકરીઓ માટે સ્પર્ધત્મક પરીક્ષીઓ વિશે તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપશે. સેમિનારમાં કોળી સમાજના વિદ્યાર્થી ભાઇ-બહેનો તેમના માતા-પિતા વાલી સાથે ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ એક યાદીમાં કરાયો છે.

(11:37 am IST)