Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઇવીએમ સાથે ચેડા ન થાય તો પોરબંદરની બેઠક સહિત ગુજરાતમાં કોંગ્રેસ ૧ર થી ૧૩ બેઠકો જીતશે આહિર

ઉપલેટ, તા. ર૧ :  વર્તમાન લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે બોલતા ગઢાળાના યુવા અગ્રણી નારણભાઇ આહીરે જણાવેલ છે કે એકજીટ પોલના તારણો કયારેય સાચા પડતા નથી. ગુજરાતમાં ખેડૂતોને પાક વિમો મળ્યો નથી, જણસીના પુરતા ભાવો મળતા નથી, ખાતરમાં ઓછા વજન, તુવેર મગફળીમાં કૌભાંડો, પીવાના પાણી મુશ્કેલી જીવન જરૂરીયાત ચીજોમાં મોંઘવારી, વીજળી પેટ્રોલ ડીઝલ સહિતના આસામાને ગયેલા ભાવો અને બેફામ ભ્રષ્ટાચાર યુવાઓને રોજગારી ના પ્રશ્ન સહિતની બાબતે ગુજરાતમાં વર્તમાન કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારથી નાના ધંધાર્થીઓ યુવાનો ગરીબો ખુબ જ નારાજ હોય ત્યારે લોકસભાની ચૂંટણીમાં જો ઇવીએમ સાથે ચેડા ન થાય તો પોરબંદર સહિત ગુજરાતમાં કોંગ્રેસને ૧ર થી ૧૩ સીટ મળશે તેવું અંતમાં જણાવેલ છે.

(11:37 am IST)
  • રાફેલ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા બદનક્ષીના તમામ કેસો અનિલ અંબાણી પાછા ખેંચી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 4:54 pm IST

  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST

  • ૩ વધુ બેન્કોનું વિલીનીકરણ થઈ રહ્યુ છે : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંક ટૂંક સમયમાં ઓરીયન્ટ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને અલ્હાબાદ બેંક તેના કબ્જા હેઠળ લઈ લેશે access_time 4:56 pm IST