Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગીર સોમનાથ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જય પરશુરામ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

પ્રભાસ પાટણ તા. ર૧ :.. ગીર સોમનાથ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યુવા શકિત જાગૃત કરવા માટે અને સમાજનાં સંગઠનને મજબુત કરવા માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે જેમાં ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકાનાં યુવાનોએ ટીમ બનાવી ભાગ લીધેલ છે. જેનું ઓપનીંગ કાલે કરવામાં આવેલ તેમજ સમાપન તા. રર નાં થશે ટુર્નામેન્ટ સોમનાથ ત્રિવેદી સંગમની સામે ગૌલોકધામ ખાતે કરવામાં આવેલ છે.

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ મહેતા, આશા પ્રો. સોમનાથ સંસ્કૃતિ યુનિ., ડો. પંકજ રાવલ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એજયુકેટ અધિકારી પંકજ જોષી, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એલ. આચાર્ય, યશોધર ભટ્ટ (સોમનાથ ટ્રસ્ટ), ગીર સોમનાથ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ મીલનભાઇ જોષી, મહામંત્રી અશ્વિનભાઇ ઓઝા, ખજાનચી દેવેનભાઇ ઓઝા, વેરાવળ બ્રહ્મ સમાજનાં પ્રમુખ કૌશિકભાઇ મહેતા, મનસુખભાઇ જોષી, સૌરાષ્ટ્ર સમસ્ત યુવા પાંખના મહામંત્રી હેમલભાઇ ભટ્ટ, અવધેશ મહારાજ (શરદામઠ વ્યવસ્થાપક), દુષ્યંતભાઇ ભટ્ટ સહિત ઉપસ્થિત રહી મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ મોમેન્ટો આપેલ. આ ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજની ૧પ ટીમો ભાગ લેશે.

(11:34 am IST)