Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

માંગરોળના રિધમ કેબલ નેટવર્કનાં સંચાલક સામે કોપીરાઇટ એકટના ભંગની રાવ

ચેનલોનું ગેરકાયદે પ્રસારણ કરાતુ'તુ

જુનાગઢ, તા. ર૧: માંગરોળના રિધમ કેબલ નેટવર્કના સંચાલક સામે કોપી રાઇટ એકટનાં ભંગની પોલીસ ફરીયાદ થઇ છે.

માંગરોળમાં પીજીવીસીએલ ઓફિસ પાસે આવેલ રિધમ કેબલ નેટવર્કના સંચાલક નિતીનભાઇ પરમારે ઇન્ડિયા કાસ્ટ મીડ્યિા ડીસ્ટ્રીબ્યુશન પ્રા. લી. કંપનીની ચેનલોને ગેરકાયદે પ્રસારણ કર્યુ હોવાનું કંપનીને માલુમ પડયું હતું.

આથી ગઇકાલે કંપનીના મુંબઇ રહેતા વેંકટેશ મરીઅપ્પાએ માંગરોળ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે કોપીરાઇટ એકટની કલમ ૬૩, ૬પ, ૩૭ અને પ૧ મુજબ કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એએસઆઇ એ.પી. મેવાડા ચલાવી રહ્યા છે.

(11:30 am IST)