Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

માળીયામિંયાણા પાસે કારને આંતરી હળવદના દિવ્યેશ મોરડીયા પર હુમલો

સુરેન્દ્રનગરના હિતેશ સોની સહિતના શખ્સો સામે પોલીસમાં ફરીયાદ : હિતેશની પત્ની સાથે દિવ્યેશ વાત કરતો હતો તેનો ખાર રાખી ધોકાથી તૂટી પડ્યા

મોરબી, તા. ર૧ :  માળિયા રેલ્વે ફાટક પાસેથી પસાર થતી કારને આંતરી લઈને ત્રણ શખ્શોએ ગાડીમાંથી ધોકા લઈને ઉતર્યા હતા અને યુવાનને માર મારી આરોપીઓ નાસી ગયા છે.

બનાવની મળતી માહિતી મુજબ હળવદના ઉમિયાનગરના રહેવાસી દિવ્યેશ ઈશ્વરભાઈ મોરડિયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હિતેશ સોની રહે સુરેન્દ્રનગર વાળાની પત્ની ફરિયાદી સાથે ફોનમાં વાત કરતા હોય જેનો ખાર રાખી હિતેશ સોની અને બે અજાણ્યા ઇસમોએ ફરિયાદી અને સાહેદ કિરણભાઈ પોતાની કાર લઇ જતા હોય ત્યારે માળિયા રેલ્વે ફાટક પાસે કાર આંતરીને ત્રણેય શખ્શો ગાડીમાંથી ધોકા સાથે ઉતર્યા હતા અને ફરિયાદી યુવાનને માર મારી ઈજા કરી હોવાનું જણાવ્યું છે માળિયા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(11:30 am IST)