Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સાવરકુંડલામાં વેપારીને ધોકો મારીને ૧ લાખની લૂંટ

પાન-બીડી મસાલાના વેપારી અશોકભાઇ છાંટબાર સારવારમાં: લૂંટારૂઓની શોધખોળ

સાવર કુંડલા તા. ર૧ : પાન-બીડી મસાલાનાં વેપારી પાસેથી ગઇકાલે રાત્રીનાં રૂા. એક લાખની લૂંટ થતા શહેરીજનોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.

બનાવની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ફ્રેન્‍ડઝ સોસાયટીમાં રહેતા અને જૂના બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર પાન-બીડી મસાલાની હિરેન એન્‍ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા બ્રહ્મક્ષત્રીય વેપારી અશોકભાઇ મોહનભાઇ છાંટબાર ગઇકાલે રાત્રે દુકાન વધાવી દુકાનનાં વેપારનાં રૂપિયા એક લાખ લઇ પોતાના એકટીવા ઉપર ફ્રેન્‍ડઝ સોસાયટી તરફ જઇ રહ્યા હતાં. ત્‍યારે ગર્લ્‍સ હાઇસ્‍કુલ પાસે પહોંચતા જ પાછળથી ૧૮ થી રર વર્ષની વયના બે અજાણયા શખ્‍સો બાઇક લઇ વેપારીનાં એકટીવા સાથે પાછળથી અથડાવી વેપારીને માથામાં બાઇક પાછળ બેઠેલા શખ્‍સે લાકડાના ધોકાવડે હૂમલો કરી વેપારી કાંઇ સમજે વિચારે તે પહેલા રૂપિયા એક લાખ ભરેલો થેલો સ્‍કુટરમાંથી ઉઠાવી જઇ બન્ને લૂંટારૂઓ નાસી ગયા હતાં.

રાત્રીનાં નવેક વાગ્‍યાનાં અરસામાં જ બનાવ બનતા તે રોડ ઉપર પસાર થતાં અન્‍ય લોકોએ અશોકભાઇને હિંમત આપી સારવાર માટે સરકારી હોસ્‍પીટલે લઇ ગયા હતાં. બનાવની જાણ પોલીસને કરાતા બનાવની ગંભીરતા જોઇ સીટી પી. આઇ. આર. આર. વસાવા જાતે જ હોસ્‍પીટલે દોડી જઇ વેપારી પાસેથી સઘળી હકિકત જાણી ગુનો નોંધાવી ને આગળની તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા બ્રહ્મક્ષત્રીય સમાજનાં આગેવાનો હોસ્‍પીટલે દોડી ગયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે જે રોડ ઉપર લૂંટ થઇ છે તે રોડ ઉપર આજ પધ્‍ધતિથી સમયાંતરે ગર્લ્‍સ હાઇસ્‍કુલથી ભાવના સોસાયટી વચ્‍ચે લૂંટ-ચિલ ઝડપનાં બનાવો બનતા રહે છે ત્‍યારે આ રોડ ઉપર વસતી ભાવના સોસાયટી ફ્રેન્‍ડઝ સોસાયટી સંત કબીર સોસાયટી ગાંધી સોસાયટી વગેરેનાં રહીશોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્‍યું છે. અત્રે એ પણ નોંધનીય છે કે, આ વિસ્‍તારમાં સ્‍કુલ-કોલેજો આવેલી હોય દિવસનાં સમયે રોમીયોગીરીએ માજા મુકી છે તો રાત્રીનાં સમયે ચોર લૂંટારૂઓ તરખાટ મચાવતા રહે છે. ડીવાયએસપી કે. જે. ચૌધરીના માર્ગદર્શન નીે પોલીસે ડોગ સ્‍કોડ એફએસએલનો માધ્‍યમથી આરોપી પકડવા કવાયત હાથ ધરી છે.

રાઇટર જયદિપસિંહ ગોહીલ, મહિલા પીએસઆઇ શ્રી ગોહીલે વધુ તપાસ હાથ ધરી છે.

(11:20 am IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST

  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST